યુવા વિચારો, વિવેક અને ધ્યેયપ્રાપ્તિનાં પતંગોની ઊંચી ઉડાન સાથે વર્ષનો સૂર્યોદય થાય. વ્યસન – કેન્સરમુક્ત ભારત, જ્ઞાનની દેવી સરસ્વતી અને શિવરાત્રિની ભક્તિ સાથે તર્ક – વિજ્ઞાન ભળે. મહિલાને માન, આળસ, ઈર્ષ્યા પાપ, સંકુચિત વિચારો અને દુર્ગુણોની હોળી બળે. પતેતી, ઈદ અને ધુળેટીના રંગોમાં ભારત મળે. રામચરિત્ર અને બંધારણને સમન્વયે પૃથ્વી મહેકે, શ્રમિક દિવસથી મે ની ગરમીનો અહેસાસ, પરસેવે માનવતા મહેકે અને માતૃપ્રેમનો દિવસ નહિ દાયકો થાય. જૂનમાં પર્યાવરણની ધૂન, લાંબા દિવસની સાથે લાંબા આયુષ્યરૂપી યોગ દ્વારા તન-મન સ્વસ્થ થાય. વડીલો, ગુરુઓનાં આદરનો મેઘ વરસે. ઓગસ્ટમાં મિત્રતા અને સંબંધોમાં પવિત્રતા , બહેનની રાખીને જવાબદારી અને દીકરીની આઝાદીનો જન્મોત્સવ થાય. અન્યાય સામે વાદળ ગરજે ને ન્યાય મુશળધાર વરસે.
વિઘ્નહર્તા અને રાષ્ટ્રનિર્માતાના ડગલે જીવનનું ઘડતર થાય. આઠમ, નોમ, દશેરો ને રાષ્ટ્રપિતાના આદર્શો – સત્ય અને અહિંસા સાથે તહેવારોનો મેળો ભરાય. મનના અંધકારને પ્રજવલિત કરી, પરંપરા, રૂઢિગત રિવાજોમાં નવી આશાઓના દીપ પ્રગટે. દયા, પરોપકાર, હૂંફ અને પ્રેમ – હૂંફની ઠંડી હવામાં બાળ ખીલે. કોમવાદ, જાતિવાદ, આતંકવાદ, ગરીબી, ભૂખમરો, ભ્રષ્ટાચાર અને પ્રાંતવાદનો સૂર્યાસ્ત થાય!
વેસ્મા – શાહીદ જી. કુરેશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દવાસે દૂઆ ભલી
માંદગીના બિછાને પહેલાં વ્યક્તિને મૃત્યુ સતાવતું હોય છે. કોઇ પણ પ્રકારની દવા કારગત નીવડતી ન હોય તે સમયે વ્યક્તિ લાચાર બની જાય છે. એમ બધા પ્રયત્નો નકામા જાય છે. પરંતુ સારાં કર્મો જો કર્યાં હોય તો કોઇકની સારી દુઆ મળવાથી તેની જિંદગી જરૂર બચી જાય છે. તેની ઇતિહાસ સાક્ષી પૂરે છે. પાણીપતના મેદાનમાં જે અકબરનો વિજય થયો તે કોઇકની દુઆનું ફળ હતું.
કુકેર – અમૃતસિંહ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.