Entertainment

સુનીલ શેટ્ટીને આરામ નથી

સંતાનો મોટા થાય પછી દરેક બાપની ઇચ્છા હોય છે કે પોતે નિવૃત્ત થાય યા પોતાની મૌજથી કામ કરે. અમિતાભ બચ્ચન અભિષેકથી વધારે કામ કરે છે પણ તેમાં તે ઢસડાતો હોય એવું જણાતો નથી. ધર્મેન્દ્ર, જેકી શ્રોફ, અિનલ કપૂર પણ પોતાની મૌજથી કામ કરે છે યા એવું લાગે છે પણ સુનીલ શેટ્ટી ઢસડાતો હોય એવું લાગે છે. સુનીલ કાંઇ સારો એકટર નહોતો પણ તેનામાં રહેલી વ્યવસાયી આવડતના કારણે ચાલી ગયો. કેટલીક ભૂમિકામાં તે પ્રભાવક પણ દેખાયો પછી તો તે વધારે વટથી આગળ વધ્યો. હવે તે હીરો તરીકે કામ કરી શકે તેમ નથી. ૬૦ નો થઇ ગયો છે.

તેણે તેની દીકરી અથિયા શેટ્ટીને હીરોઇન બનાવવા પ્રયત્ન કર્યો પણ ૩-૪ ફિલ્મમાં  ટાંય ટાંય ફિસ્સ થઇ ગઇ છે. હવે તેનો દિકરો અહાન શેટ્ટી ‘તડપ’થી લોન્ચ થઇ રહ્યો છે. પહેલું પત્તુ નિષ્ફળ ગયું તો બીજું ઉતાર્યું. સુનીલ શેટ્ટી મુંબઇમાં મિસચીફ નામે ડાઇનીંગ બાર અને કલબ એચર ધરાવે છે. તે બંને જોરમાં ચાલતા હતા. મિસચીફ બંધ થયું તો લિટલ ઇટલી શરૂ કરી તે સેલિબ્રિટી ક્રિકેટ લીગ પણ ધરાવે છે અને લકઝરી ફર્નિચર અને હોમ લાઇફ સ્ટાઇલ સ્ટોરનો ય માલિક છે.

મતલબ કે તેના સંતાનોને કોઇ વાંધો નથી. સુનીલ ફિલ્મોદ્યોગ છોડવા નથી માંગતો કારણકે  ફિલ્મોમાં હોય તો તેનો બિઝનેસ સારી રીત ચાલતો રહે. વળી અથિયા, અહાન નિષ્ફળ જાય તો પણ તે તો ફિલ્મોમાં છે ને! કોઇ માને ના માને સુનીલ શેટ્ટી પાસે અત્યારે સાતેક જેટલી ફિલ્મો છે. તે તો સાઉથની ફિલ્મોમાં ય કામ કરી શકે તેમ છે એટલે રજનીકાંત, નયનતારા સાથેની એ.આર. મુરુગાદોસની ‘દરબાર’માં પણ આવી રહ્યો છે જે હિન્દીમાં પણ સમાંતરે બની છે. કોરોનાનાં કારણે લંબાયેલી આ ફિલ્મ જરાક વાતાવરણ સુધરતાં રજૂ થશે. પણ તેને સંજય ગુપ્તાની ‘મુંબઇ સાગા’નો ય એવો જ ઇંતેજાર છે.

સુનીલ શેટ્ટી ગેંગસ્ટર ફિલ્મોમાં સારો ચાલે છે. ‘મુંબઇ સાગા’ અમર નાઇક, વિજય સાલાસ્કર, જયકર શીંદે, અશ્વિન નાઇક, અરુણ ગવલી જેવા એક સમયમાં મુંબઇ ગજવતા ગેંગસ્ટર, ડોનના પાત્રો પર આધારીત છે તેમાં સુનીલ શેટ્ટી સદા અન્નાનો કેમીયો કરે છે. આ ફિલ્મ પણ રેડી છે. જેમ સંજય દત્તને અપરાધવાળી ફિલ્મ માટે જ યોગ્ય ગણાતો તેમ સુનીલ શેટ્ટી ક્રાઇમ, એકશનવાળી ફિલ્મ માટે પર્ફેકટ છે. એક ફિલ્મ આવી રહી છે. ‘શૂટર’. જેમાં ગરીબ માણસ કેવી રીતે મોટો અપરાધી બને તેની કહાની છે. રણદીપ હુડા સાથે સુનીલ શેટ્ટી તેમાંય દેખાશે. હા, એક ‘અફરાતફરી’ છે જે કોમેડી ફિલ્મ છે. ગોવિંદા સાથેની ફિલ્મ છે ને તેથી જ હવે તેને ખરીદવા કોઇ તૈયાર નથી. પણ તેની તે ફિકર પણ કરતો નહિ હશે. તેની પાસે સાઉથના સારા દિગ્દર્શકોની ફિલ્મો આવે છે અને તેમાં ‘મરાકકર’ નામની ફિલ્મ છ કે જે અરેબીયન સમુદ્રનો કિંગ ગણાતો હતો.

Most Popular

To Top