National

સુનીલ ગાવસ્કરે કહ્યું, શા માટે વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશિપ છીનવી લેવાઈ, કોહલીના આ નિવેદનને જવાબદાર ઠેરવ્યું

મુંબઈ: ભારતીય ટીમના (Indian cricket team) પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) વિરાટ કોહલી (Virat kohli) પાસેથી ODIની કેપ્ટનશીપ (Captaincy) છીનવી લેવા અંગે મોટું નિવેદન આપ્યું છે. દિગ્ગજ ક્રિકેટર ગાવસ્કરે કહ્યું છે કે શા માટે કોહલી પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશીપ આંચકી લેવામાં આવી છે. તેણે આ માટે કોહલીએ સપ્ટેમ્બરમાં આપેલા નિવેદનને જવાબદાર ઠેરવ્યું છે, જ્યારે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘તે T20 વર્લ્ડકપ પછી T20ની કેપ્ટનશિપ છોડી દેશે અને ટેસ્ટ અને ODI ટીમની કેપ્ટનશિપ કરવાનું ચાલુ રાખશે.’ ગાવસ્કરે કહ્યું કે વન-ડેની કેપ્ટનશિપમાંથી વિરાટને હટાવવામાં આવી રહ્યાં હોવાના સમાચાર મીડિયામાં આવે તે પહેલા કોહલીને આ અંગે જાણ કરી દેવામાં આવી હતી અને તમે તેનાથી વધુ શું ઈચ્છો છો.

ગાવસ્કરે કહ્યું, ‘મને લાગે છે કે તમે પણ જાણો છો કે વિરાટ કોહલીને જાહેરમાં જાહેરાત પહેલા તેના વિશે કહેવામાં આવ્યું હતું. એવું નથી કે તેને મીડિયા દ્વારા આ વાતની જાણ થઈ. પસંદગી સમિતિના અધ્યક્ષે તેમને પહેલેથી જ કહ્યું હતું અને તે સારી વાત છે. એવું નથી કે વિરાટ કોહલીને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે તેને વનડેની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. મને લાગે છે કે કોહલીના એ નિવેદનથી બદલાવો કરવાની ફરજ પડી જ્યારે તેણે કહ્યું કે તે ટેસ્ટ અને વનડેમાં કેપ્ટન તરીકે ચાલુ રહેવા માંગે છે.

આ અગાઉ કોહલીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો કે BCCIએ તેને ક્યારેય T20 કેપ્ટન પદ ન છોડવા માટે કહેવાયું નથી. તેનાથી ઉલટું BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે તેમણે વ્યક્તિગત રીતે T20 કેપ્ટનશીપ ન છોડવા વિનંતી કરી હતી. ગાવસ્કરે આના પર કહ્યું, ‘મને લાગે છે કે ગાંગુલીને પૂછવું જોઈએ કે તેણે શું કહ્યું? અને કોહલીએ શું કહ્યું?’ સ્પષ્ટ વાતચીત હંમેશા મદદરૂપ બને છે. તેણે ઉમેર્યું, “કોહલીની ટિપ્પણી બીસીસીઆઈને ચિત્રમાં લાવતી નથી. મને લાગે છે કે આ તે વ્યક્તિ છે જેને પૂછવું જોઈએ કે તેણે કોહલીને આવો સંદેશ આપ્યો હોવાની વાત ક્યાંથી મળી. તે વ્યક્તિ બીસીસીઆઈ પ્રમુખ છે અને તેને પૂછવું જોઈએ કે શા માટે બંનેના નિવેદનોમાં તફાવત છે.

Most Popular

To Top