Entertainment

અથિયા શેટ્ટી અને કે એલ રાહુલના લગ્નની તૈયારીઓ શરૂ, દીકરીના લગ્નની તૈયારી કરતા પિતા થયા ભાવુક

મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક વધુ સ્ટાર કિડ લગ્ન કરવા માટે તૈયાર છે અને તે છે સુનીલ શેટ્ટીની (Suniel Shetty) વહાલી દીકરી અથિયા શેટ્ટી (Athiya Shetty ) , જે ટૂંક સમયમાં ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) સાથે લગ્ન (Marriage) કરશે. અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. પહેલા બંને પોતાના સંબંધો વિશે વધારે વાત કરતા ન હતા, પરંતુ હવે બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી અફવાએ જોર પક્ડયું છે કે બંને ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે.

બોલિવૂડ અને ક્રિકેટની મુલાકાત હવે સામાન્ય બાબત બની ગઈ છે. ઘણા એવા ક્રિકેટર છે જેમણે બોલિવૂડ એક્ટ્રેસને પોતાની લાઈફ પાર્ટનર બનાવ્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઈ શકે છે. બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી છેલ્લા 3 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલને ડેટ કરી રહી છે.

સુનીલએ દીકરીના લગ્નની તૈયારી શરૂ કરી
અથિયાના પિતા સુનીલ શેટ્ટી તેમની પુત્રીના લગ્નને લઈને ખૂબ જ ભાવુક છે. શેટ્ટી પરિવારના આ પ્રથમ લગ્ન છે. લાંબા સમય પછી શેટ્ટી પરિવારમાં લગ્ન છે, તેથી તે ઈચ્છે છે કે બધું જ પરફેક્ટ હોય. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓએ શ્રેષ્ઠ હોટલ, કેટરર્સ અને ડિઝાઇનર્સ બુક કરાવ્યા છે.

જુહુની એક હોટલમાં કરશે ગ્રાન્ડ વેડિંગ 
સુનીલ અથિયાની પસંદગીથી ખૂબ જ ખુશ છે. બોલિવૂડના અહેવાલ મુજબ લગ્ન એકદમ ભવ્ય હશે. કદાચ લગ્ન જુહુની કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં થશે. ઈન્ડસ્ટ્રીમાંથી દરેકને આમંત્રિત કરવામાં આવશે. લગ્નમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ કેએલ રાહુલની નજીકના ક્રિકેટરોને પણ આમંત્રિત કરવામાં આવશે.

શું લગ્ન બાદ નવા ઘરમાં રહેવા જશે
અગાઉ, જ્યારે તેમના લગ્નની અફવાઓ હતી, ત્યારે એવું સાંભળવામાં આવ્યું હતું કે મુંબઈના બાંદ્રાના કાર્ટર રોડ પર એક અપાર્ટમેન્ટ લીધું છે. આ સી ફેસિંગ ઘર 4 BHKનું છે. બિલ્ડિંગના આઠમા માળે છે અને મહિને 10 લાખ રૂપિયા ભાડું છે. લગ્ન બાદ બંને અહીંયા જ રહેવા જશે. અફવા અનુસાર આ બિલ્ડિંગની બે બિલ્ડિંગની સામે રણબીર-કપૂર અને આલિયા ભટ્ટનું ઘર વાસ્તુ છે. મતલબ કે એલ રાહુલ અને આથિયા શેટ્ટી હવે રણબીર-આલિયાના પડોશી બનવા જઈ રહ્યા છે.

કેએલ રાહુલે આ આઈપીએલમાં 2 સદી ફટકારી છે. કેએલ રાહુલની વાત કરીએ તો ક્રિકેટરની શાનદાર રમતની મદદથી ભારતીય ટીમમાં તેનો દરજ્જો વધી ગયો છે. હાલમાં આઈપીએલમાં તેની શાનદાર રમત જારી છે. ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી પણ સ્ટેડિયમમાં તેને ચીયર કરતી જોવા મળે છે. થોડા સમય પહેલા તેની મેચ જોવા માટે તેના સસરા સુનીલ શેટ્ટી પણ પહોંચ્યા હતા. પરંતુ અફસોસ, કેએલ રાહુલ તે મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો.

Most Popular

To Top