દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બની ગયા છે. દીપિકાએ રવિવારે દીકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રીને શનિવારે બપોરે મુંબઈના ગિરગામ વિસ્તારમાં આવેલી એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સાથે રણવીર સિંહ અને તેનો પરિવાર પણ હાજર હતો. રણવીરે સિંહે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન તેને દીપિકા જેવી ક્યૂટ દિકરી આપે. તેની આ ઇચ્છા પૂરી થઈ હતી.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજે રવિવારે એક દીકરીના માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ તેના પ્રથમ સંતાન તરીકે પુત્રીને જન્મ આપ્યો છે. પુત્રીના આગમન બાદ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. આ પછી આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, અર્જુન કપૂર, પરિણીતી ચોપરા સહિત અનેક સ્ટાર્સ દીપિકા અને રણવીરને અભિનંદન આપી રહ્યા છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટર શેર કર્યું છે. તેમાં લખ્યું છે, ‘વેલકમ બેબીગર્લ, 8.9.2024’. આ પોસ્ટ શેર થતાની સાથે જ અભિનંદનની વર્ષા થઈ ગઈ. એક તરફ ચાહકો કપલને અભિનંદન આપી રહ્યા છે તો બીજી તરફ બોલિવૂડ સ્ટાર્સ પણ બેબી ગર્લને આશીર્વાદ આપી રહ્યા છે અને રણવીર-દીપિકાને અભિનંદન આપી રહ્યા છે. અર્જુન કપૂરે લખ્યું છે, ‘લક્ષ્મી આવી ગઈ! રાણી આવી ગઈ છે.
આલિયા ભટ્ટે કોમેન્ટ બોક્સમાં ખુશી અને પ્રેમના ઘણા ઇમોજી પણ પોસ્ટ કર્યા છે. પરિણીતી ચોપરાએ લખ્યું છે, ‘અભિનંદન’. અભિનેત્રીઓ મલાઈકા અરોરા, સોનાક્ષી સિંહા અને અનન્યા પાંડેની પણ ટિપ્પણીઓ છે. આ દિવસોમાં, અનન્યા, જે તેની શ્રેણી ‘કોલ મી બે’ માટે સમાચારમાં છે તેણે લખ્યું છે, ‘બેબી ગર્લ! અભિનંદન’.
તમને જણાવી દઈએ કે દીપિકાએ આ વર્ષે 28 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે એક પોસ્ટ શેર કરીને લખ્યું કે તે સપ્ટેમ્બર 2024માં બાળકને જન્મ આપશે.
આ પહેલા શુક્રવારે બપોરે દીપિકા પતિ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. આ દરમિયાન દીપિકા ગ્રીન સાડીમાં જોવા મળી હતી જ્યારે રણવીર કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે બંનેના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. બંનેના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં રણવીર ગર્ભવતી દીપિકાને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.