Gujarat

રાજયમાં 6 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો

ગાંધીનગર : રાજયમાં હજુયે 48 કલાક માટે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી જાય તેવી સંભાવના છે. જયારે અમદાવાદ તથા ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ (Orenge Alert) અપાયુ છે. આજે રાજયમાં છ શહેરોમાં જાણે કે આાકાશમાંથી અગન વર્ષા થતી હોય તે રીતે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચી ગયો હતો. જુનાગઢમાં (Junagadh) 44.6 ડિગ્રી નોંધાઈ હતી.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. અમદાવાદ – ગાંધીનગરમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોરે લૂની અસર વર્તાતી હતી. જેના કારણે રાજમાર્ગો પર ટ્રાફિક નહિંવત થઈ ગયો હતો. સાંજે સાડાપાંચ પછી જ અવર જવર વધી હતી. નાના બાળકો, સગર્ભા મહિલા તથા વૃદ્ધોને કામ વિના ઘરની બાહર નહીં નીકળવાની સલાહ પણ મનપા તંત્ર દ્વારા અપાઈ છે. આ ઉપરાંત 44 ડિગ્રી ગરમી દરમ્યાન સતત પાણી પીતા રહેવું , લીંબુ પાણી તથા છાશ પીવી તેવી પણ સલાહ અપાઈ છે.

હવામાન વિભાગની ચેતવણી મુજબ, રાજયમાં આગામી 48 કલાક દરમ્યાન ગરમીનો પારો 44 ડિગ્રી સુધી ઊંચે જઈ શકે છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 44 ડિ.સે., ડીસામાં 43 ડિ.સે., ગાંધીનગરમાં 43 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિ.સે., વડોદરામાં 43 ડિ.સે., સુરતમાં 37 ડિ.સે., ભૂજમાં 43 ડિ.સે., નલિયામાં 40 ડિ.સે., કંડલા એરપોર્ટ 44 ડિ.સે., અમરેલીમાં 44 ડિ.સે, ભાવનગરમાં 41 ડિ.સે., જુનાગઢ 44.6 ડિ.સે., રાજકોટમાં 44 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ,સે., અને કેશોદમાં 43 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top