SURAT

ભણતર સાથે ગણતરઃ સુરતની સુમન શાળાઓમાં વિદ્યાર્થીનીઓ શીખે છે ડાન્સ, મહેંદી અને જ્વેલરી મેકિંગ

સુરતઃ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાની વિદ્યાર્થીઓમાં તેમના ઈન્ટરેસ્ટના અનુરૂપ સ્કીલ ડેવલપ થાય અને મેન્ટલ હેલ્થ પણ સારી રહે એ માટે ત્રણ સખીઓ દ્વારા પ્રોજેક્ટ સેતુ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીનીઓને રાખડી-જવેલરી મેકિંગ, મહેંદી અને ડાન્સ અને સંગીતની તાલીમ આપવામાં આવે છે.

પ્રોજેક્ટ સેતુ હેઠળ જલ્પા ઠક્કર દ્વારા વિદ્યાર્થીનીઓને રાખડી-જવેલરી મેકિંગ, નિમિષાબેન પારેખ દ્વારા મહેંદીના વર્ગો તેમજ અમી પટેલ દ્વારા બાળકીઓને ડાન્સ અનં સંગીત શીખવીને તેમના રસ અનુસાર આગળ પોતાની કેરિયર શરૂ કરી શકે તેવો છે. જેથી આ દીકરીઓ પોતાના પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે માટે ઈન્ટર્નશિપ પણ આપી વધુ તૈયાર કરશે. કલાને અપનાવવાથી મેન્ટલ હેલ્થ પણ સારી રાખવામાં મદદરૂપ થશે અને તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ સંસ્થા દ્વારા હાલમાં ધોરણ 9 અને 11ની 750 વિધાર્થીનીઓને નિશુલ્ક તાલીમ આપવામાં આવી હતી અને સુરત શહેર ના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ના સહયોગ થી સંસ્થા દ્વારા “સેતુ” ને ડિંડોલીની સુમન શાળા ક્રમાંક 07, સુમન શાળા ક્રમાંક 10 અને કતારગામની સુમન શાળા ક્રમાંક 03માં આ તાલીમ આપવામાં આવી હતી.

સેતુ પ્રોજેક્ટમાં મહત્વનો ભાગ ભજવનાર આંતરરાષ્ટ્રીય મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા અમે વિદ્યાર્થીનીઓમાં રહેલી પ્રતિભાઓને ઓળખી તેમની કલાને વધુ આગળ લઇ જવા માટે સંસ્થા પ્રયત્નશીલ છે. “પ્રોજેક્ટ સેતુ” અંતર્ગત અમે અત્યાર સુધી 750 વિદ્યાર્થીનીઓને તાલીમ આપી ચૂક્યા છે અને આવનારા સમયમાં વધુ વિધાર્થીનીઓને તાલીમ મળે તે માટે પ્રયત્નશીલ છીએ.

Most Popular

To Top