અત્યારની પરિસ્થિતિનો એક વાક્યમાં ઉપસંહાર કરવો હોય તો એમ કહી શકાય કે જગતને ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતના ચોરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આબરૂના કાંકરા થયા છે. વિશ્વમાં એવું એક પણ અખબાર, સામયિક, ન્યુઝ ચેનલ અને ન્યુઝ પોર્ટલ નહીં હોય જેણે ભારતના શાસક નરેન્દ્ર મોદીની નિંદા ન કરી હોય અને તેમાં નરેન્દ્ર મોદીની માત્ર નિંદા નથી કરવામાં આવી, ઠેકડી ઉડાડવામાં આવી છે. કોઈએ તેમને નીરો સાથે સરખાવ્યા છે. કોઈએ તેમને આત્મરતિથી પીડિત મેગેલોમેનિયાક અને નાર્સીસીસ્ટ તરીકે ઓળખાવ્યા હતા.કોઈએ તેમને સ્ટંટ અને ખેલ કરનારા તરીકે ઓળખાવ્યા છે. કોઈએ તેમને અગંભીર અને અસંવેદનશીલ શાસક તરીકે ઓળખાવ્યા છે.કોઈકે તેમને આંધી આવે ત્યારે રેતીમાં મોં છૂપાવી દેનારા ઓસ્ટ્રીચ તરીકે ઓળખાવ્યા છે.‘ટાઈમ’ મેગેઝીને તો તેના કવરપેજ ઉપર તેમને ‘સુપરસ્પ્રેડર’ અર્થાત્ ભારતમાં ચેપી રોગ ફેલાવનારા તરીકે ઓળખાવ્યા છે અને સવાલ કર્યો છે કે એક માણસની સત્તાભૂખની માણસજાતે કેટલી કિંમત ચૂકવવી પડશે?
આફત બે પ્રકારની હોય છે; એક આસમાની અને બીજી સુલતાની. ધરતીકંપ, વાવાઝોડું કે પૂર એ આસમાની આફત ગણાય છે. એવી આફત અચાનક આવતી હોય છે અને તેમાં ભલભલા વિકસિત દેશો અને સક્ષમ શાસકો પણ હતપ્રભ થઈ જતા હોય છે અને વિશ્વદેશોએ મદદે આવવું પડતું હોય છે. સુલતાની આફત સુલતાન અર્થાત્ શાસકની અણઆવડત, ખોટી પ્રાથમિકતા અને અસંવેદનશીલતાનું પરિણામ હોય છે. ભારત ઉપર અત્યારે કોવીડની જે આફત ઉતરી છે એ દરેક અર્થમાં સુલતાની આફત છે, આસમાની નથી.
ટકી રહેવા માટે વાઈરસ પરિવર્તિત થતો રહે છે, જેને અંગ્રેજીમાં મ્યુટેશન કહે છે. ગયા વરસના નવેમ્બર-ડિસેમ્બરમાં આફ્રિકા અને ઇગ્લેન્ડમાં કોરોના વાઈરસ પરિવર્તિત સ્વરૂપમાં જોવા મળ્યો હતો. સંબંધિત દેશોએ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અને જગતભરના એપિડેમોલોજીસ્ટો તેમ જ વાઈરોલોજીસ્ટોએ જગતને ચેતવણી આપી હતી કે પહેલાંના કોરોના વાઈરસ કરતાં આ વધુ ખતરનાક છે. તેની ચેપ ફેલાવવાની ક્ષમતા ઘણી વધુ છે.તેમણે એમ પણ કહ્યું હતું કે જગતે કોરોનાના ચેપના બીજા મોજાનો સામનો કરવો પડશે.આ ચેતવણી માત્ર ચેતવણી નહોતી એ સાચી પડતી પણ જોવા મળી હતી. ગયા વરસના ડિસેમ્બર મહિનાથી અમેરિકા, બ્રાઝિલ,ઈંગ્લેંડ, ફ્રાંસ, જર્મની અને બીજા કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધવા માંડ્યા હતા. અમેરિકામાં રોજના ત્રણ લાખ કેસ નવા ઉમેરાતા હતા.
બીજા મોજાની ચેતવણી ગયા વરસના ઓકટોબર-નવેમ્બર મહિનામાં મળી હતી. બીજા મોજાની શરૂઆત ગયા વરસના નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થઈ ગઈ હતી અને તેની વ્યાપકતા તેમ જ ગંભીરતાનો પણ જગતને પરિચય થયો હતો. આપણે એટલા નસીબદાર હતા કે ભારતમાં કોરોનાના બીજા મોજાની શરૂઆત ફેબ્રુઆરીના અંતમાં થઈ હતી, એટલે પૂરા ત્રણ મહિના તૈયારી માટે હતા. પણ આપણે સુલતાનની બાબતમાં નસીબદાર નહોતા અને નથી.સુલતાને કોરોનાને ગંભીરતાથી લીધો જ નહોતો. સુલતાનની પ્રાથમિકતા વિરોધ પક્ષોના વિધાનસભ્યોને ખરીદવાની હતી. તેમની પ્રાથમિકતા વિરોધ પક્ષોની સરકારો તોડવાની હતી. તેમની પ્રાથમિકતા યેનકેન પ્રકારેણ ચૂંટણીઓ જીતવાની હતી. તેમની પ્રાથમિકતા પ્રજા પાસે બીજેપી સિવાય બીજા રાજકીય પક્ષોના વિકલ્પ જ ન રહે એવી વ્યવસ્થા કરવાની હતી. તેમની પ્રાથમિકતા લોકશાહી સંસ્થાઓને પ્રાણહીન કરવાની હતી. તેમની પ્રાથમિકતા તાયફાઓ યોજવાની હતી.તેમની પ્રાથમિકતા હિંદુશક્તિનું પ્રદર્શન કરવાની હતી. તેમની પ્રાથમિકતા પોતાના માટે નવો રાજમહેલ બંધાવવાની, વસ્ત્રપરિધાન કરવાની હતી અને બંગલા દેશમાં કર્યું હતું એમ ફેંકાફેંકી કરવાની હતી.
તેમને એમ લાગતું હતું કે ખાસ ઈજા પહોંચાડ્યા વિના કોરોનાનું જેમ પહેલું મોજું જતું રહ્યું એમ બીજું મોજું પણ જતું રહેશે. થોડાક તાળી-થાળીના ખેલ કરાવીશું. આ સિવાય મોટી સંખ્યામાં વફાદાર બેવકૂફો અને કઢીચટ્ટાઓ તો છે જ, જે ઈશારો કર્યે કિકિયારીઓ પાડશે,સીટીઓ વગાડશે અને તાળીઓ પાડશે.હકીકતમાં કોરોના સામે સુલતાન છેતરાઈ ગયા છે અને ભારતની નિર્દોષ પ્રજા તેની કિંમત ચૂકવી રહી છે. ખોટો આત્મવિશ્વાસ કહો તો ખોટો આત્મવિશ્વાસ અને અસંવેદનશીલતા કહો તો અસંવેદનશીલતા, પણ તેનું પ્રમાણ જુઓ! નિષ્ણાતોની બધી જ ચેતવણીઓ અને પશ્ચિમના દેશોના અનુભવને તેમણે ગણકાર્યા નહીં અને સત્તા પરના કબજાનું હિંદુ પ્રદર્શનનું રાજકારણ કરતા રહ્યા. આજે સ્થિતિ તમારી સામે છે. જગતના દેશો ભારતને ઓક્સીજન અને દવાઓ મોકલીને મદદ કરી રહ્યા છે. દેશનું નાક કપાઈ ગયું છે.
આવા દિવસો તો ત્યારે પણ નહોતા જોવા મળ્યા જ્યારે ભારત સાવ ગરીબ અને અવિકસિત દેશ હતો. જો સુલતાને સમયસર તૈયારીઓ કરી હોત તો આવું કલંક જોવાનો સમય ન આવ્યો હોત. ગંગા નદીમાં વહેતા મૃતદેહોએ હવે મોઢું છુપાવવા માટે કોઈ જગ્યા રહેવા દીધી નથી.પ્રારંભમાં મેં લખ્યું છે કે જગતના ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આબરૂના કાંકરા થયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૨૦૨૪-૨૦૨૫ માં શતાબ્દી ઉજવશે. ૯૭ વરસનું તેનું આયુષ્ય છે.
૯૭ વરસથી તે હિંદુ રાષ્ટ્રની વાત કરી રહ્યો છે. ૯૭ વરસ એ કોઈ ઓછાં વરસ નથી, પણ હવે તેણે ખાતરી કરાવી દીધી છે કે તેની પાસે હિંદુ રાષ્ટ્રના સ્વરૂપની કોઈ સંકલ્પના જ નથી. સામ્યવાદી રાષ્ટ્ર, લોકશાહી સમાજવાદી રાષ્ટ્ર અને લોકશાહી મૂડીવાદી રાષ્ટ્ર એમ શાસનનાં ત્રણ મોડેલ્સ જગતે જોયાં છે અને અનુભવ્યાં છે. સંઘને આ ત્રણેય મોડેલ્સની સામે વાંધો હોય અને તેને નકારીને સંઘ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતો હોય તો એ એનો અધિકાર છે.
પાછું સંઘની સ્થાપના આ ઉદ્દેશ માટે કરવામાં આવી છે અને ૯૭ વરસથી તે તેનો જપ કરી રહ્યો છે. આશ્ચર્ય એ વાતનું છે કે હવે જ્યારે પૂરી તાકાત સાથે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાની તેને તક મળી છે ત્યારે તેની પાસે તેનું કોઈ મોડલ જ નથી. કોઈને ધોલ મારવી, કોઈને ડરાવવા, કોઈને પ્રેમ કરતા અટકાવવા, કોઈનું ધર્મસ્થાન તોડી નાખવું, ગાયના છાણમાં આળોટવું, ટોળે વળીને કોઈને મારવા, ટ્રોલીંગ કરીને ગાળો દેવી, ખોટો પ્રચાર કરવો, સત્યને છૂપાવવું, એ હિંદુ રાષ્ટ્રનાં લક્ષણો છે? આના દ્વારા હિંદુઓનું કલ્યાણ થવાનું છે? આનાથી વિશ્વગુરુ થવાશે? ૯૭ વરસ સુધી આ સાકાર કરવા માટે તપશ્ચર્યા કરી હતી? જો આના માટે ૯૭ વરસ સુધી તપશ્ચર્યા કરી હોય અને ચરબી વધારી હોય તો આયખું એળે ગયું કહેવાય! દરમ્યાન સુલતાન પ્રજાની વેદનાની બાબતે બધિર છે અને પોતાના માટે મહેલ બંધાવી રહ્યા છે. જય હો હિંદુ રાષ્ટ્ર! -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અત્યારની પરિસ્થિતિનો એક વાક્યમાં ઉપસંહાર કરવો હોય તો એમ કહી શકાય કે જગતને ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતના ચોરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આબરૂના કાંકરા થયા છે. વિશ્વમાં એવું એક પણ અખબાર, સામયિક, ન્યુઝ ચેનલ અને ન્યુઝ પોર્ટલ નહીં હોય જેણે ભારતના શાસક નરેન્દ્ર મોદીની નિંદા ન કરી હોય અને તેમાં નરેન્દ્ર મોદીની માત્ર નિંદા નથી કરવામાં આવી, ઠેકડી ઉડાડવામાં આવી છે. કોઈએ તેમને નીરો સાથે સરખાવ્યા છે. કોઈએ તેમને આત્મરતિથી પીડિત મેગેલોમેનિયાક અને નાર્સીસીસ્ટ તરીકે ઓળખાવ્યા હતા.કોઈએ તેમને સ્ટંટ અને ખેલ કરનારા તરીકે ઓળખાવ્યા છે. કોઈએ તેમને અગંભીર અને અસંવેદનશીલ શાસક તરીકે ઓળખાવ્યા છે.કોઈકે તેમને આંધી આવે ત્યારે રેતીમાં મોં છૂપાવી દેનારા ઓસ્ટ્રીચ તરીકે ઓળખાવ્યા છે.‘ટાઈમ’ મેગેઝીને તો તેના કવરપેજ ઉપર તેમને ‘સુપરસ્પ્રેડર’ અર્થાત્ ભારતમાં ચેપી રોગ ફેલાવનારા તરીકે ઓળખાવ્યા છે અને સવાલ કર્યો છે કે એક માણસની સત્તાભૂખની માણસજાતે કેટલી કિંમત ચૂકવવી પડશે?
આફત બે પ્રકારની હોય છે; એક આસમાની અને બીજી સુલતાની. ધરતીકંપ, વાવાઝોડું કે પૂર એ આસમાની આફત ગણાય છે. એવી આફત અચાનક આવતી હોય છે અને તેમાં ભલભલા વિકસિત દેશો અને સક્ષમ શાસકો પણ હતપ્રભ થઈ જતા હોય છે અને વિશ્વદેશોએ મદદે આવવું પડતું હોય છે. સુલતાની આફત સુલતાન અર્થાત્ શાસકની અણઆવડત, ખોટી પ્રાથમિકતા અને અસંવેદનશીલતાનું પરિણામ હોય છે. ભારત ઉપર અત્યારે કોવીડની જે આફત ઉતરી છે એ દરેક અર્થમાં સુલતાની આફત છે, આસમાની નથી.
ટકી રહેવા માટે વાઈરસ પરિવર્તિત થતો રહે છે, જેને અંગ્રેજીમાં મ્યુટેશન કહે છે. ગયા વરસના નવેમ્બર-ડિસેમ્બરમાં આફ્રિકા અને ઇગ્લેન્ડમાં કોરોના વાઈરસ પરિવર્તિત સ્વરૂપમાં જોવા મળ્યો હતો. સંબંધિત દેશોએ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અને જગતભરના એપિડેમોલોજીસ્ટો તેમ જ વાઈરોલોજીસ્ટોએ જગતને ચેતવણી આપી હતી કે પહેલાંના કોરોના વાઈરસ કરતાં આ વધુ ખતરનાક છે. તેની ચેપ ફેલાવવાની ક્ષમતા ઘણી વધુ છે.તેમણે એમ પણ કહ્યું હતું કે જગતે કોરોનાના ચેપના બીજા મોજાનો સામનો કરવો પડશે.આ ચેતવણી માત્ર ચેતવણી નહોતી એ સાચી પડતી પણ જોવા મળી હતી. ગયા વરસના ડિસેમ્બર મહિનાથી અમેરિકા, બ્રાઝિલ,ઈંગ્લેંડ, ફ્રાંસ, જર્મની અને બીજા કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધવા માંડ્યા હતા. અમેરિકામાં રોજના ત્રણ લાખ કેસ નવા ઉમેરાતા હતા.
બીજા મોજાની ચેતવણી ગયા વરસના ઓકટોબર-નવેમ્બર મહિનામાં મળી હતી. બીજા મોજાની શરૂઆત ગયા વરસના નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થઈ ગઈ હતી અને તેની વ્યાપકતા તેમ જ ગંભીરતાનો પણ જગતને પરિચય થયો હતો. આપણે એટલા નસીબદાર હતા કે ભારતમાં કોરોનાના બીજા મોજાની શરૂઆત ફેબ્રુઆરીના અંતમાં થઈ હતી, એટલે પૂરા ત્રણ મહિના તૈયારી માટે હતા. પણ આપણે સુલતાનની બાબતમાં નસીબદાર નહોતા અને નથી.સુલતાને કોરોનાને ગંભીરતાથી લીધો જ નહોતો. સુલતાનની પ્રાથમિકતા વિરોધ પક્ષોના વિધાનસભ્યોને ખરીદવાની હતી. તેમની પ્રાથમિકતા વિરોધ પક્ષોની સરકારો તોડવાની હતી. તેમની પ્રાથમિકતા યેનકેન પ્રકારેણ ચૂંટણીઓ જીતવાની હતી. તેમની પ્રાથમિકતા પ્રજા પાસે બીજેપી સિવાય બીજા રાજકીય પક્ષોના વિકલ્પ જ ન રહે એવી વ્યવસ્થા કરવાની હતી. તેમની પ્રાથમિકતા લોકશાહી સંસ્થાઓને પ્રાણહીન કરવાની હતી. તેમની પ્રાથમિકતા તાયફાઓ યોજવાની હતી.તેમની પ્રાથમિકતા હિંદુશક્તિનું પ્રદર્શન કરવાની હતી. તેમની પ્રાથમિકતા પોતાના માટે નવો રાજમહેલ બંધાવવાની, વસ્ત્રપરિધાન કરવાની હતી અને બંગલા દેશમાં કર્યું હતું એમ ફેંકાફેંકી કરવાની હતી.
તેમને એમ લાગતું હતું કે ખાસ ઈજા પહોંચાડ્યા વિના કોરોનાનું જેમ પહેલું મોજું જતું રહ્યું એમ બીજું મોજું પણ જતું રહેશે. થોડાક તાળી-થાળીના ખેલ કરાવીશું. આ સિવાય મોટી સંખ્યામાં વફાદાર બેવકૂફો અને કઢીચટ્ટાઓ તો છે જ, જે ઈશારો કર્યે કિકિયારીઓ પાડશે,સીટીઓ વગાડશે અને તાળીઓ પાડશે.હકીકતમાં કોરોના સામે સુલતાન છેતરાઈ ગયા છે અને ભારતની નિર્દોષ પ્રજા તેની કિંમત ચૂકવી રહી છે. ખોટો આત્મવિશ્વાસ કહો તો ખોટો આત્મવિશ્વાસ અને અસંવેદનશીલતા કહો તો અસંવેદનશીલતા, પણ તેનું પ્રમાણ જુઓ! નિષ્ણાતોની બધી જ ચેતવણીઓ અને પશ્ચિમના દેશોના અનુભવને તેમણે ગણકાર્યા નહીં અને સત્તા પરના કબજાનું હિંદુ પ્રદર્શનનું રાજકારણ કરતા રહ્યા. આજે સ્થિતિ તમારી સામે છે. જગતના દેશો ભારતને ઓક્સીજન અને દવાઓ મોકલીને મદદ કરી રહ્યા છે. દેશનું નાક કપાઈ ગયું છે.
આવા દિવસો તો ત્યારે પણ નહોતા જોવા મળ્યા જ્યારે ભારત સાવ ગરીબ અને અવિકસિત દેશ હતો. જો સુલતાને સમયસર તૈયારીઓ કરી હોત તો આવું કલંક જોવાનો સમય ન આવ્યો હોત. ગંગા નદીમાં વહેતા મૃતદેહોએ હવે મોઢું છુપાવવા માટે કોઈ જગ્યા રહેવા દીધી નથી.પ્રારંભમાં મેં લખ્યું છે કે જગતના ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આબરૂના કાંકરા થયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૨૦૨૪-૨૦૨૫ માં શતાબ્દી ઉજવશે. ૯૭ વરસનું તેનું આયુષ્ય છે.
૯૭ વરસથી તે હિંદુ રાષ્ટ્રની વાત કરી રહ્યો છે. ૯૭ વરસ એ કોઈ ઓછાં વરસ નથી, પણ હવે તેણે ખાતરી કરાવી દીધી છે કે તેની પાસે હિંદુ રાષ્ટ્રના સ્વરૂપની કોઈ સંકલ્પના જ નથી. સામ્યવાદી રાષ્ટ્ર, લોકશાહી સમાજવાદી રાષ્ટ્ર અને લોકશાહી મૂડીવાદી રાષ્ટ્ર એમ શાસનનાં ત્રણ મોડેલ્સ જગતે જોયાં છે અને અનુભવ્યાં છે. સંઘને આ ત્રણેય મોડેલ્સની સામે વાંધો હોય અને તેને નકારીને સંઘ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતો હોય તો એ એનો અધિકાર છે.
પાછું સંઘની સ્થાપના આ ઉદ્દેશ માટે કરવામાં આવી છે અને ૯૭ વરસથી તે તેનો જપ કરી રહ્યો છે. આશ્ચર્ય એ વાતનું છે કે હવે જ્યારે પૂરી તાકાત સાથે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાની તેને તક મળી છે ત્યારે તેની પાસે તેનું કોઈ મોડલ જ નથી. કોઈને ધોલ મારવી, કોઈને ડરાવવા, કોઈને પ્રેમ કરતા અટકાવવા, કોઈનું ધર્મસ્થાન તોડી નાખવું, ગાયના છાણમાં આળોટવું, ટોળે વળીને કોઈને મારવા, ટ્રોલીંગ કરીને ગાળો દેવી, ખોટો પ્રચાર કરવો, સત્યને છૂપાવવું, એ હિંદુ રાષ્ટ્રનાં લક્ષણો છે? આના દ્વારા હિંદુઓનું કલ્યાણ થવાનું છે? આનાથી વિશ્વગુરુ થવાશે? ૯૭ વરસ સુધી આ સાકાર કરવા માટે તપશ્ચર્યા કરી હતી? જો આના માટે ૯૭ વરસ સુધી તપશ્ચર્યા કરી હોય અને ચરબી વધારી હોય તો આયખું એળે ગયું કહેવાય! દરમ્યાન સુલતાન પ્રજાની વેદનાની બાબતે બધિર છે અને પોતાના માટે મહેલ બંધાવી રહ્યા છે. જય હો હિંદુ રાષ્ટ્ર!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.