વ્યારા: કુકરમુંડા તાલુકાનાં મૌલીપાડા ગામનાં વતની અને હાલ તુલસા ગામે રહેતો ૨૩ વર્ષિય યુવાન પવન લક્ષ્મણભાઇ વળવી તા.૨૧/૦૮/૨૦૨૨નાં રોજ દેવમોગરા ખાતે દર્શન (Darshan) કરવા માટે ઘરેથી મોટર સાયકલ (Bike) માંગી હતી. આ મોટરસાયકલ આપવાની તેઓને ઘરેથી ના પાડી દેતા પવન વળવીને ખોટું લાગી આવ્યું હતું. આ યુવકે તા.૨૧મી ઓગષ્ટની રાત્રીનાં ૧૦ વાગ્યાનાં અરસામાં પોતાનો મોબાઇલ (Mobile) તાપી નદીના કાવઠા પુલ ઉપર મુકી નદીનાં પાણીમાં ભુસકો મારી દીધો હતો. તે ડુબી જતા મોતને (Death) ભેટ્યો હોય તેની લાશ બે દિવસ પછી જુના ગાડીત ગામની સીમમાં તાપી નદીના પાણીના કિનારેથી મળી આવી હતી. તેની માતા હસુબેન લક્ષ્મણભાઇ વળવી (ઉ.વ.૫૮)એ અંગેની ફરિયાદ આપતા પોલીસે પોષ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
બારડોલીની મિંઢોળા નદીના પટમાંથી અજાણી મહિલાની લાશ મળી, ડૂબી જવાથી મોત થયું
બારડોલી : બારડોલી નગરને અડીને વહેતી મીંઢોળા નદીના પટમાંથી મંગળવારે આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરની અજાણી મહિલાની લાશ મળી હતી. બારડોલી નગરના કોર્ટ સામે આવેલ ખાડા વસાહત પાછળના સુરતી પાર્ક એપાર્ટમેન્ટ પાછળથી વહેતી મીંઢોળા નદીના પટમાંથી અજાણી મહિલાનીલાશ મળી હતી. સ્થાનિક લોકોએ નદીના પાણીમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી. બારડોલીના એકતા ગૃપના સ્વયંસેવકોએ સ્થળ પર પહોંચી પાણીમાંથી મહિલાની લાશ બહાર કાઢી તપાસ કરતાં થોડા સમય પહેલાં જ ડૂબી હોવાનું જણાયું હતું. મહિલાના બંને હાથમાં પીળા રંગની ધાતુની પાટલા બંગડી છે, તેની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ અને મજબુત બાંધો છે. મહિલાના કપાળ ઉપર જુના ગુમડાનું નિશાન છે તેણે સફેદ રંગ ઉપર જાંબલી કથ્થઈ ફુલની ડિઝાઇનવાળુ ટોપ, જાંબલી રંગનો સુરવાલ પહેર્યો છે. બારડોલી પોલીસે અજાણી મહિલાની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તપાસ ચાલુ કરી છે.
સુબિરના સિંગાણા ગામ નજીક કારે મોપેડને ટક્કર મારતાં ચાલકનું મોત
સાપુતારા : ડાંગના સુબિર તાલુકાનાં સિંગાણા ગામ નજીક મહારાષ્ટ્રનાં નવાપુરની કાર.ન.જી.જે.26. એ.બી. 1117નાં ચાલકે મોપેડ નં.જી.જે. 21.એ.એન. 3725ને ટક્કર મારતાં ચાલક વિજયભાઈ માલ્યાભાઈ બારીસ (ઉ.40. રહે. શીંગાણા તા.સુબિર)ને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. કાર સહિત મેસ્ટ્રો મોપેડ અકસ્માત બાદ માર્ગની સાઈડમાં ફંગોળાઈ જતાં બન્ને વાહનોને જંગી નુકસાન થયું હતું. હાલમાં સુબિર પોલીસની ટીમે મૃતકનાં પિતા માલ્યાભાઈ બારીસની ફરિયાદનાં આધારે કાર ચાલક દર્શનભાઈ પ્રતાપભાઈ પાટીલ (ઉ.44 રહે. નવાપુર, તા.નવાપુર, જિ.નંદુરબાર) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.