National

ઔવેસીના વેવાઈએ કરી આત્મહત્યા, બંદૂક વડે પોતાને જ ગોળી મારી

નવી દિલ્હી: હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ AIMIMનાં વડા અસદુદ્દીન ઓવૈસીના પુત્રીના સસરા મઝહરુદ્દીન અલી ખાને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. મઝહરુદ્દીન અલી ખાન વ્યવસાયે ડૉક્ટર (Doctor) હતા. આ ઘટના પછી તરત જ તેઓને એપોલો હોસ્પિટલમાં (Hospital) લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાર સુઘીમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા હતા.

હોસ્પિટલ પાસેથી જાણકારી મળી આવી છે કે મઝહરુદ્દીનને સોમવારે બપોરે 2 વાગ્યે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાર સુધી તેઓના પ્રાણ જતા રહ્યાં હતા. પોલીસનું કહેવું છે કે મઝહરુદ્દીન ખાન AIMIMના વડા ઓવૈસીની બીજી પુત્રીના સસરા હતા. તેઓ ઓર્થોપેડિક નિષ્ણાત હતા. તેમણે 27 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરમાં જ લાયસન્સવાળી બંદૂક વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આનું કારણ પારિવારિક વિવાદ જણાવવામાં આવી રહ્યું છે. તેમના મૃતદેહને હાલ ઓસ્માનિયા જનરલ હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો છે.

મઝહરુદ્દીનના મૃત્યુની પુષ્ટિ કરતા હૈદરાબાદ પશ્ચિમ ઝોનના ડીસીપી જોએલ ડેવિસે પરિવારના મતભેદને જણાવ્યું હતું કે. હોસ્પિટલમાં મઝહર નામના ડૉક્ટરે જણાવ્યું કે મઝરુદ્દીને સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે તેમની લાઇસન્સવાળી બંદૂકથી પોતાને ગોળી મારી હતી. પરિવારના સભ્યો તેમને એપોલો હોસ્પિટલમાં લઈ આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની ઉંમર 60 વર્ષી જેટલી હતી.

પોલીસ હાલ આપઘાતના કારણોની તપાસ કરી રહી છે. ક્રાઈમ સીન પર પહોંચેલી પોલીસ ટીમે પાસેથી જાણકારી મળી આવી કે તેઓને સ્થળ પરથી જે પુરાવા એકત્ર કર્યા તેના પરથી જાણ થઈ કે માત્ર એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. પરિવારના સભ્યો અને મૃતક વચ્ચે મિલકત બાબતે ઝઘડો ચાલતો હતો. તેમની સામે ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસે હાલ બંદૂક કબજે કરી છે. આ સાથે ઘટના સમયે ઘરમાં હાજર લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ઘટના સમયે મઝહરુદ્દીન ઘરે એકલો હતો. કેટલાક સંબંધીઓ તેમને સતત ફોન કરી રહ્યા હતા પરંતુ તે ફોનનો જવાબ આપી રહ્યા ન હતો. આ પછી કેટલાક સંબંધીઓ તેના ઘરે પહોંચ્યા, જ્યાં તે લોહીથી લથપથ જોવા મળ્યા હતા. ડો. મઝહરુદ્દીનના પુત્રએ 2020માં ઓવૈસીની બીજી પુત્રી સાથે લગ્ન કર્યા હતા.

જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેઓ 2004થી સતત હૈદરાબાદથી સાંસદ બની રહ્યા છે.

Most Popular

To Top