SURAT

સુરતમાં બેરોજગાર રત્નકલાકારે પાડોશમાં સુસાઇડ નોટ નાંખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરત: પાલનપુર સુડા આવાસમાં રહેતો બેરોજગાર રત્નકલાકારે પાડોશમાં સુસાઇડ નોટ (Suicide Note) ઘર અંદરથી બંધ કરી દીધું હતું. આ બનાવની જાણ પાડોશીઓએ ફાયરમાં કરતા ફાયર (Fire) દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ મધરાત્રે બનેલી ઘટના બાદ ફાયરના જવાનોએ સમય સર દોડી દરવાજો તોડી જમીન પર બેભાન પડેલા રત્નકલાકારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લઈ આવી બચાવી લીધો હતો. પત્ની અને પારિવારીક ઝઘડામાં વિશાલ સિંઘે આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

સુસાઈડ નોટમાં વિશાલે લખ્યું હતું કે “મેં વિશાલ આજ ફાંસી લગાવી આપઘાત (Suicide) કરી રહ્યો છું મારા ભાઈને (Brother) જાણ કરી દો”. આ અંગે પાડોશી રૂપેશ ભાઈએ જણાવ્યું હતું કે વિશાલની સુસાઇડ નોટ જોઈ તેના ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઈ જવાબ ન મળતા તેમણે તાત્કાલિક ફાયરને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં આવેલા ફાયરના જવાનોએ દરવાજો તોડી વિશાલ ને બહાર કાઢી સારવાર માટે સિવિલ લઈ ગયા હતા.

કૃષ્ણ મોર (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે કોલ રાત્રિના 12 વાગ્યાનો હતો. કોલ મળતા જ ઘટના સ્થળે દોડી ગયા હતા. પાલનપુર ગોરવપથ રોડ ઉપર આવેલ સુડા આવાસમાં લોકો ભેગા થઈ ગયા હતા. દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા વિશાલ ભાઈ જમીન પર બેભાન પડેલા હતા. સારવાર માટે સિવિલ લઈ ગયા બાદ પરત ફર્યા હતા.

પોલીસ તપાસમાં વિશાલ ભાઈ રત્નકલાકાર હોવાનું અને બે બાળકોના પિતા તેમજ મહારાષ્ટ્રીયન હોવાનું સામે આવ્યું છે. પરિવારે જણાવ્યું હતું કે રત્નકલાકાર તરીકે કામ કરતો વિશાલ ઘણા સમયથી બેરોજગાર હતો. તે બે બાળક અને પત્ની સાથે વારંવાર ઝગડા કરતો હતો. દારૂ પીવાના રવાડે ચઢી જતા ઝઘડો ઘર કરી ગયો હતો. કામ પર જવાનું કહેતી પત્ની સાથે મારઝૂડ વધી જતાં પત્ની પિયર ચાલી ગઈ હતી. એકલતામાં નહિ જીવી શકતા વિશાલે આવું પગલું ભયું હોય એમ કહી શકાય છે. ઘટનાની જાણ બાદ પત્ની હોસ્પિટલ દોડી આવી હતી. વિશાલ ભાઈની તબિયત સારી છે અને હાલ ઘરે છે.

Most Popular

To Top