SURAT

સુરતમાં યુવાન તબીબનો આપઘાતઃ દુપટ્ટાથી પોતાના બંને હાથ બાંધી બીજા દુપટ્ટાથી ફાંસો ખાધો

સુરતઃ સુરતમાં ચિંતાજનક હદે આપઘાતના બનાવો વધ્યાં છે ત્યારે આજે મંગળવારે તા. 3 સપ્ટેમ્બર 2024ના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલના એક યુવાન તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. નવી સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ ઇન્ટર્નશીપ કરતા તબીબના આપઘાતથી તબીબી જગતમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા સાંઈ જ્યોત રો હાઉસ ખાતે રહેતા 25 વર્ષીય રાહુલ ચંદાનીએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે. રાહુલે શા માટે આપઘાત કર્યો તે અંગે હાલ કોઈ માહિતી બહાર આવી નથી. તે ઘરે એકલો હતો ત્યારે તેણે આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં લાવવામાં આવ્યો હતો.

એમબીબીએસની ઇન્ટર્નશીપ કરતા રાહુલ ચંદાનીએ શા માટે આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, પરિવારજનો દ્વારા પણ રાહુલના આપઘાતને લઈને કોઈ જ વિગત આપવામાં આવી નથી. ત્યારે આશાસ્પદ તબીબના અચાનક આપઘાતને લઈને અલગ અલગ શરૂ થયા છે.

દુપટ્ટાથી બંને હાથ બાંધી દીધા હતા
યુવાન તબીબ રાહુલ ચંદાનીએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલાં રાહુલે એક દુપટ્ટાથી પોતાના બંને હાથ બાંધી દીધા હતા અને બીજા દુપટ્ટાથી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

માતાના મોત બાદ તણાવમાં રહેતો હતો
રાહુલ નારાયણ ચંદાનીના પિતાનું વર્ષો પહેલાં મોત થયું હતું. ગયા ડિસેમ્બર મહિનામાં તેની માતાનું પણ અવસાન થયું હતું. રાહુલના પરિવરામાં એક ભાઈ છે, જે જર્મનીમાં એન્જનિયરનો અભ્યાસ કરે છે. હાલ તે જર્મનીમાં છે. રાહુલ સુરતમાં એકલો જ રહેતો હતો. માતાના અવસાન અને પીજીની એક્ઝામમાં ઓછા માર્ક આવ્યા હોવાના લીધે તણાવમાં આપઘાત કર્યો હોવાની ચર્ચા છે.

Most Popular

To Top