પ્રકૃતિએ માનવને સ્વસ્થ રહેવા શરીરરૂપી સાધન સાથે પાંચ ઈન્દ્રિયની વ્યવસ્થા જોડી આપી છે. મનુષ્ય ધારે તો પ્રાણ (ઓકસીજન)ના અતિ સંચયથી મસ્તિષ્કમાં રહેલ બહુહેતુક યાદદાસ્તને છઠ્ઠી ઈન્દ્રિય તરીકે કાર્યાન્વિત કરી શકે છે. આ ઈન્દ્રિયો (રિસિવર તરીકે) માણસને વધુ અનુકૂળ રાખે છે અને મનુષ્ય પ્રયત્ન કરી સુખ જાળવી રાખે છે ત્યારે મસ્તિષ્કનાં ન્યુરોન્સ તેને જીન્સની યાદદાસ્તમાં તબદિલ કરતાં સુખની સ્થિતિ આનંદ નામે કાયમી સ્થિતિમાં રૂપાંતર પામે છે.
ઘ્રાણેન્દ્રિયના દ્વારે નાક, દૃષ્ય અને શ્રાવ્ય માટે આંખ-કાન તેમજ શરીરના બાહ્ય ભાગે સ્પર્શેન્દ્રિયથી માહિતીની આપ-લે કરતાં લાલ અને સફેદ લોહી ધરાવતા પૃથ્વી ઉપરનાં ૮૨% જીવો મૂળભૂત રીતે સમાન છે. પરંતુ માહિતીના સંકલન માટેનું બે ભાગમાં વિકસિત મસ્તિષ્ક અને મધ્ય ભાગમાં કોર્ટ કેસના પ્રાકૃતિક આવિષ્કારથી પૃથ્વી ઉપર માણસ નામે એક પ્રાણી બહુ આયામી સ્થાપિત થયું. એટલું જ નહીં પણ પૃથ્વી ઉપર લગભગ ચાર કરોડ વર્ષથી વિકસિત જીવોમાં માનવ જાતે માત્ર ર૮૦૦૦ વર્ષમાં પોતાની બુદ્ધિમતાનો પરિચય આપતા ઈન્દ્રિયસુખ અને આનંદના સાતત્યમાં નોંધનીય વિકાસ સાધ્યો છે.
સમય જતાં જૂથમાં રહેતા માનવ સમુદાયે બળશાળી અને જોખમ ખેડવાની વ્યૂહરચના ધરાવતા વ્યક્તિને સમાજનું નેતૃત્વ સોંપતાં કાળક્રમે રાજા તરીકે એક નવો વર્ગ સ્વીકૃતિ પામ્યો. જંગલના કાયદાઓ માફક શારીરિક બળથી સમૃદ્ધ વ્યકતિ ગણોનો નેતા બનતાં તેની અનુકંપા ઉપર જીવવાનું પસંદ કરનાર કેટલાંક માણસો રાજાની ભલાઈથી વિકસ્યા. ભાટ, ચારણ જેવાએ રાજાની વાહવાઈ વિસ્તારી તો સામાજિક પરિવર્તનના પડાવે રાજાએ શસ્ત્ર અને સત્તાના જોરે પોતાને પરમ શક્તિના વારસદારરૂપે ઠોકી બેસાડયા. ધર્મનું વહન કરતાં સમુદાયે રાજયાશ્રય સ્વીકાર્યો.
આથી તે રાજા પૃથ્વીનું કેન્દ્ર બની બેઠા. રોમન અને આર્ય સંસ્કૃતિમાં તેમ બાયબલ અને કુરાનમાં તેના ભરપૂર ઉદાહરણ છે. રાજવી પોતે સૂર્ય રૂપે ઈશ્વરનો વારસદાર છે અને કુદરતના કાયદાઓ રાજાની ઈચ્છાથી વરતે છે તેવું પ્રમાણ ભારતીય દર્શનમાં પણ ઉપલબ્ધ છે. આગળ જતાં આ પરિસ્થિતિ સાંસ્કૃતિક પરિવર્તન સાથે જોડાતા ભારતમાં શંકરાચાર્યજીએ મુંડક ઉપનિષદમાં મનુષ્ય અવતારને જ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ પુણ્યનાં પરિણામ તરીકે ઘોષિત કર્યો. આધુનિક યુગમાં માનવતાવાદી જૂથે ઉત્કૃષ્ટ બાયો ઈન્જીનિયરીંગ ધરાવતા માણસના સ્વાતંત્ર્યનું મહિમાગાન ગાયું અને બીજા વિશ્વયુદ્ધ પછી યુનોના ચાર્ટડમાં માનવ અધિકારને પ્રચલિત કરવામાં આવ્યો.
જનમોજન્મનાં પુણ્યથી માણસ તરીકે અવતાર મળે છે.
તેવી ધાર્મિક અવધારણા અને ઈશ્વરની વિશેષ અનુકંપાથી મનુષ્ય અને તેના અસ્તિત્વને જાળવી રાખવું તે રાજ્યની પ્રાથમિક્તા બને છે તેવી બંધારણીય નીતિ બનતાં કાયદાકીય રીતે માણસની મરજી છતાં પણ પોતાના અસ્તિત્વના નાશને ગુનો ગણવાનો રિવાજ દુનિયાના લગભગ તમામ દેશોએ લેખિત કાયદા તરીકે અપનાવી લીધો છે. લોકશાહી વ્યવસ્થા અપનાવનાર દેશોએ પણ રાજાને ચૂંટવો તે પ્રજાની પવિત્ર ફરજ ગણી. તે રાજાએ કાયદો અને ન્યાયના ટેકે પ્રજાનું રક્ષણ કરવા માટે હંમેશા તત્પર રહેવાનું છે તેવી અવધારણા વિકસાવવામાં આવી. પરંતુ અહીં પ્રશ્ન એ ઊઠે છે કે શરીર રૂપે મનુષ્યની અનિવાર્ય હયાતિની ફિલસૂફીમાં પ્રાકૃતિક સત્યની હાજરી શાથી એક તરફ કરવામાં આવે છે? અસ્તિત્વનો કુદરતી ખ્યાલ તો એવો છે કે પૃથ્વી ઉપરના તમામ જીવો માટે જન્મ આકસ્મિક છે. તેમાં પસંદગીનો કોઈ અવકાશ જ નથી. તેમ મૃત્યુ પણ સહજ છે.
એક જ સપ્તાહનું જીવનચક્ર ધરાવતાં મચ્છરો પણ ૮-૧૨ દિવસમાં ઈંડામાંથી લારવા અને પાંખવાળા પુખ્ત મચ્છર તરીકે વંશવૃદ્ધિની પ્રક્રિયા પૂરી કરી જમીનમાં ભળી જાય છે. પ્રક્રિયા તરીકે આ જ હકીકત ૫૦૦ વર્ષનું આયુષ્ય ભોગવતા કાચબાની વિવિધ પ્રજાતિઓમાં આકાર લે છે. તો સ્ત્રી માનવનાં ઈંડાને પુરુષ ફલિત કરે છે. ૯ માસની પ્રક્રિયા થકી વિકસિત મનુષ્યનો પ્રસવ શરૂ થાય છે અને ૭૫-૧૦૦ વરસે માનવ આકારનો જીવ નાશ પામે છે. અહીં અસ્તિત્વ ના હોવા કે નાશ પામવાની પ્રક્રિયાને કંઈ વિશેષ મહત્ત્વ આપવાની જરૂરત જ નથી અને અસ્તિત્વના આગ્રહભર્યા સ્વીકારનો ખ્યાલ પૃથ્વી ઉપર માત્ર ૩% સંખ્યાબળ ધરાવતા મનુષ્ય સિવાય કોઈએ અપનાવ્યો જ નથી!
આ ભૂમિકા આધારે પ્રશ્ન છે કે “જીવન એ વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે તો મૃત્યુ શા માટે નહીં”? બૌધ્ધ અને જૈન ધર્મની પરંપરામાં મૃત્યુ સહજ રીતે સ્વીકાર્ય અને વ્યક્તિની નિજી પસંદગી સાથે તેનું ટકાઉપણું જોડાયું છે તે રાજય શા માટે આત્મહત્યાને ગુનો ગણે છે? કાયદાની દૃષ્ટિએ બળજબરીથી અન્યને મોતને ઘાટ ઉતારનારા અને વ્યક્તિગત પસંદગી દ્વારા મૃત્યુ પસંદ કરનારનો ભેદ અલગ કરવાનું કપરું છે.
આમ છતાં આધુનિક સમાજમાં વ્યક્તિસ્વાતંત્ર્યને બહુમૂલ્ય ગણનાર વિચારકોને અસાધ્ય માંદગી, શરીરનાં અંગ-ઉપાંગ ખોયાની સ્થિતિ, અ-સામાન્ય આર્થિક સંકડામણ, પારિવારિક કંકાસ પ્રકારે જીવનનાં સુખ અને આનંદ સ્વરૂપને ખોઈ બેસનાર માણસને શરીરમાં વિદ્યમાન ઓરાનાં આકલન દ્વારા મૃત્યુ પામવાની સ્વતંત્રતા આપવી જોઈએ. જન્મ એ સ્વતંત્ર અને સ્વૈચ્છિક છે તો મૃત્યુ પણ સ્વતંત્ર અને સ્વૈચ્છિક હોવું ઘટે. માણસનો જન્મ પુણ્ય, પાપ નથી તો સ્વેચ્છાથી શ્વાસ અને હ્રદયમાં વીજસંચારનો અંત પાપ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.