Charchapatra

દેશની વસ્તી વઘારવા સૂચન અને હકિકત

થોડા સમય પહેલા મોહન ભાગવતે દેશની વસ્તી વઘારવા દરેક કટુંબમાં ત્રણ બાળક હોવા જોઇએ એવુ સુચન કરેલ એ પછી મઘ્યપ્રદેશના પરશુરામ કલ્યાણ બોર્ડના ચેરમેન પંડીત વિષ્ણુ રાજોરીયાએ એવું એલાન કર્યુ કે ચાર બાળકો ઘરાવતા હિન્દુ યુગલને એક લાખ રૂપિયાનુ ઇનામ આપવામાં આવશે. અહીં ન અટકતા એમણે એવુ પણ કહ્યુ કે એક બાળક ઘરાવનાર કપલને સારી નોકરી મળી છે એ યોગ્ય નથી. ચંદ્રબાબુ નાયડુએ પણ એમના રાજ્યની ઘટતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી છે. અલબત્ત કોઇ ચોક્ક્સ ધર્મના સંદર્ભે એમણે આ મુદ્દો નથી છેડ્યો. આ મુદ્દો હાલના કેટલો જરૂરી એ એક સવાલ છે. લગભગ એંસી કરોડ જરૂરિયાતમંદને અનાજ આપવુ પડે છે.

યુવાનોની બેરોજગારીનો દર એ હદે વઘી ગયો છે કે સારી ડીગ્રી ઘરાવનાર યુવાનો એમને લાયક નોકરી ન મળતા કુટુંબનુ ભરણપોષણ કરવા માટે ગમે તે નોકરી સ્વીકારવાની તૈયારી બતાવે છે. હાલના સંજોગોમાં દેશને જરૂર છે જે તે રાજ્યમાં યુવાનો માટે નોકરી–ઘંઘાની તકો વઘારવાની. આજે ઘણાં ઉદ્યોગો જ્યાં પણ શક્ય હોય ત્યાં માણસને બદલે મશીનનો ઉપયોગ રોજગારીની તકો ઓછી કરી રહ્યા છે. એવા સંજોગોમાં આજનો વસ્તી વઘારો આવતીકાલ માટે રોજગારીની સમસ્યાને વિકટ ન બનાવે? વર્તમાનની સમસ્યાઓને અવગણી ભવિષ્યનો વિચાર કરવો કેટલો યોગ્ય કહેવાય?
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આપણો ગ્રહ ICUમાં
છેલ્લા પાંચ દાયકામાં યુનો, ડબ્લ્યુ.એચ.ઓ, રેડક્રોસ, યુનિસેફ જેવી વૈશ્વિક સંસ્થાઓ પર રોગનિવારક એન્ટી બાયોટીક અને વેક્સિન અને જીવન વિમાના નામે આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓએ જે રીતે આતંકવાદ હિંસક રીતે અહિંસાનાં ઓઠા હેઠળ વિશ્વ વ્યાપક બનાવ્યો છે તે બધાની સાઇડ ઇફેકટ અને કોવિડ-19 દુષ્ટ ચલણી યુધ્ધના લઇને ધરતીમાં પૃથ્વિ ગ્રહ ICU વોર્ડમાં હોય તેમ બધા ગોડફાધરોને પ્રતિત થઇ રહ્યું છે. તો પણ અસત્ય જ પરમો ધર્મ ચાલ્યા કરે છે.
ધરમપુર          – ધરુમેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top