આમ જોવા જઈએ તો સદીઓથી વધુ પડતા કાયદાઓ આઝાદી પૂર્વે ગોરાઓ ઘડી ગયેલા! ખેર, આપણે તો પાલન કરવાના રહ્યા! કાયદા એટલા ફાયદા અને તેથી વધુ તેના ગેરફાયદાઓ હોય. કાયદો હંમેશ તૂટવા માટે સર્જાતો અને ઘડાતો હોય છે, વાસ્તવમાં તેનો અમલ થતો જ નથી! ઘણા બાવા આદમના સમયના જુના અને બિનઅમલિત કાયદા તો સરકારે કાઢી નાંખ્યા, અલબત્ત, વખતોવખત અમલીત કાયદાઓમાં જરૂરી ફેરફાર, સુધારાવધારા થયા કરતા હોય તેમજ સૂચિત કાયદાઓમાં તેના પાછલા રસ્તાની ખાસ બારીઓ અને છટકબારીઓ અવશ્ય મુકાય! સક્ષમ સત્તાધીશ યા કોર્ટ કાયદા ઘડી શકે નહીં કિન્તુ પાલન કરાવી શકે, જેની પ્રાથમિક જાણકારી સંભવત: બહુધાને ખબર નહીં પણ હોય! મૂળે અને મુદ્દે…!યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એ એક એવો કાયદો છે જે ભારતનાં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ કરવાનો છે, પછી ભલે તેમનો ધર્મ, જાતિ કે સંપ્રદાય કોઈ પણ હોય. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની દિશામાં સરકારે મોટું પગલું ભર્યું છે. સ્પેશ્યલ કમિટીએ પોતાનો અંતિમ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો છે. આ રિપોર્ટમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન રિલેશનશિપ સંબંધિત જોગવાઈઓ છે!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.