Entertainment

સુદેશકુમાર… સારંગા તેરી યાદમેંનૈન બહે દિન રૈન

યુવાન પરિક્ષીત સાહની જેવો દેખાતો પણ પરિક્ષીત સાહનીથી જે વધુ સિનીયર અભિનેતા હતો તે સુદેશકુમાર બહુ ઓછાને યાદ હશે. પણ ‘સારંગા’ ફિલ્મ અને તેનું ગીત ‘સારંગા તેરી યાદ મેં’ જોવા મળે તો સુદેશકુમારની યાદ આવી જાય. 17 માર્ચ 1931માં પેશાવરમાં જન્મેલા સુદેશકુમારનું નામ તો સુદેશ પ્રકાશન ધવન હતું પણ એ જમાને યુસુફખાને પણ ‘દિલીપકુમાર’ થવું પડેલું અને કુલભૂષણ પંડિતે ‘રાજકુમાર’ થવું પડેલું તેમ સુદેશ પ્રકાશ ધવન પણ હીરો બનવાની ખ્વાહિશમાં સુદેશકુમાર થઇ ગયેલા. સુદેશકુમાર પર ફિલ્માવાયેલું એક ગીત છે, હ‘હાં દીવાના હું મેં, હાં દીવાના હું મેં, ગમ કા મારા હુઆ એ બેગાના હું મે’. અને ઘણી ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યા પછી પણ તેમમે આજ ગીત ગાવું પડયું. ‘મેં કિસીકા નહીં. કોઇ મેરા નહીં…’ જે સમયે મોટા મોટા અને અત્યંત લોકપ્રિય સ્ટાર હોય ત્યારે સુદેશકુમાર જવા હોય તો ઓળખનાં પ્રશ્નો થવાનાં જ અને છતાં ઘણી યાદગાર ફિલ્મો તેમના નામે ચડી તો પણ હકીકત છે. સુદેશકુમાર પણ એ અભિનેતા છે જે દેશનાં ભાગલા પછી પેશાવર છોડી મુંબઈ આવી ગયેલા. 1950ની રાજકપૂર અભિનીત ફિલ્મ ‘સરગમ’માં તેમમે શરૂઆત કરી તેનું કારણ એ કે રાજકપૂર સાથે જ તેઓ પૃથ્વી થિયેટરમાં કામ કરતા હતા. પૃથ્વીરાજકપૂરે જ્યારે ‘પૈસા’ નામની ફિલ્મ બનાવી ત્યારે પણ સુદેશકુમારને ભૂમિકા આપેલી અને ‘પૈસા પહેલાં 1956ની ‘દયાર-એ-હબીબ’માં તેઓ હીરો તરીકે આવી ચુક્યા હતા. એ ફિલ્મ પછી ‘પાક દામન’, ‘મેડમ એકસ વાયઝેડ’, ‘પોલીસ ડિટેકટિવ’, ‘સારંગા’, ‘પ્યાર કી દાસ્તાન’, ‘રોકેટ ગર્લ’ જેવી ફિલ્મો આવી. ‘ખાનદાન ઉપરાંત ગોપી’ અને ગુમરાહ’માં પણ તેમની મહત્વની ભૂમિકા હતી.
સુદેશકુમાર માત્ર હીરો અને સહઅભિનેતા જ નહોતા. 1954માં તેમણે ‘ઉલઝાન’ અને પછી ‘બદલતે રિશ્તે’ અને ‘જાન હઠેલી પે’ જેવી ફિલ્મોનું નિર્માણ પણ કરેલું. ‘ઉલઝન’માં સંજીવકુમાર, સુલક્ષણા પંડિત અને અશોકુકમાર છે. ‘બદલતે રિશ્તે’માં રિશીકપૂર, રીના રોય અને જીતેન્દ્ર છે. આ ફિલ્મોમાં તેમણે અભિનય નહોતો કર્યો પણ લોકોને છોટી બહેનનાં ડોકટર રમેશ તરીકે, ઘર બસા કે દેખોના કમલ મહેરા તરીકે ‘ભરોસા’ના દીપકલાલ તરીકે ‘બેટીબેટા’ના ડોકટર મધુ તરીકે યાદ છે. જયશ્રી ગડકરે તેની સાથે જ હીરોઇન તરીકે શરૂઆત કરેલી. ઓછા બજેટની ફિલ્મમાં તેમને જગ્યા મળી જતી. 1960ના વર્ષોમાં તેમનો પ્રભાવ રહ્યો. સહાયક અભિનેતાથી તેઓ હીરો બન્યા અને ફરી સહાયક અભિનેતા બન્યા તેના પરથી જ કહી શકાશે કે હીરો તરીકે ટકવું તેમના માટે મુશ્કેલ હતું. પણ જેમ સરસ્વતીચંદ્રના હીરો સારા ગીત-સંગીત માટે યાદ રહી ગયા તેવું ‘સારંગા’ના દાખલામાં સુદેશકુમાર વિશે બન્યું.
સુદેશકુમારને અને અભિનેતા તરીકે કામ મળતું ઓછું થયું એટલે જ નિર્માતા બન્યા અને ‘મન મંદિર’થી શરૂઆત કરેલી સંજીવકુમાર તેમને ગમતા અભિનેતા હતા. એટલે ‘મન મંદિર’માં સંજીવકુમારમાં છે તેમ ‘ઉલઝાન’માં પણ છે. હા, તેમની ફિલ્મોને પૂરતી સફળતા ન મળી એટલે ફિલ્મજગત જ છોડી દીધું અને તેમના દિલ્હી રહેતા ભાઈ સાથે રેહવા. ચાલી ગયેલા. અત્યારે તે જીવિત છે કે નહીં તેની ખબર નથી કારણ કે ફિલ્મ જગત સાથે તેમણે સંબંધ જ નહીં રાખ્યો. •

Most Popular

To Top