Business

શેરબજારમાં અચાનક તોફાની ઉછાળોઃ BSE 700 પોઈન્ટ ઊછળ્યો, નિફ્ટી 24000ની નજીક

નવી દિલ્હીઃ વર્ષ 2025ની શરૂઆત ભારતીય શેરબજાર માટે શાનદાર રહી હતી. 1 જાન્યુઆરીએ પ્રથમ દિવસે સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ગ્રીન ઝોન પર બંધ થયા પછી ગુરુવારે પણ આ ગતિ ચાલુ રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ (BSE સેન્સેક્સ) પાછલા ટ્રેડિંગ દિવસે 368 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો જ્યારે આજે તે લગભગ 700 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE નિફ્ટી)ના નિફ્ટીમાં પણ હરિયાળી જોવા મળી રહી છે. બજારમાં તેજી વચ્ચે બજાજ ફાઈનાન્સથી લઈને રેલટેલ સુધીના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગુરુવારે શેરબજારમાં કારોબાર શરૂ થતાં સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ તેના અગાઉના 78,507.41ના બંધની સરખામણીએ 78,657.52 ના સ્તરે ખૂલ્યો હતો અને થોડા સમય પછી તે 350 થી વધુ પોઈન્ટના વધારા સાથે 78,893.18 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. NSE ઇન્ડેક્સ તેના અગાઉના 23,742.90ના બંધ સ્તરથી કૂદકો મારીને 23,783 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું અને થોડી જ મિનિટોમાં તે વેગ પકડ્યો અને 110 પોઇન્ટના વધારા સાથે 23,868ના સ્તરે પહોંચ્યો.

સેન્સેક્સ અને નિફ્ટીની આ ગતિ વધતી જતી હોવાથી કારોબાર વધતો ગયો અને સવારે 11 વાગ્યાની આસપાસ બીએસઈનો સેન્સેક્સ ઈન્ડેક્સ લગભગ 700 પોઈન્ટના વધારા સાથે 79,213.10ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી પણ ઉપરના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. લગભગ 200 પોઈન્ટ વધીને 23,963.50ના સ્તરે પહોંચ્યો હતો.

આ 10 શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો
ગુરુવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાજ ફાઇનાન્સ શેર લગભગ 3.75 ટકા સાથે સૌથી વધુ ઉછળેલા શેરોમાં મોખરે હતો અને તે 7,196.50 રૂપિયાના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ પછી લાર્જ કેપમાં સમાવિષ્ટ બજાજ ફિનસર્વ શેર (3.36%), મારુતિ શેર (3.11%) ઈન્ફાઈ શેર (2.95%)ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

મિડકેપ કેટેગરીમાં રેલટેલ શેર (6.88%), પોલિસી બજાર શેર (5.06%), IGL શેર (3.79%), અશોક લેલેન્ડ શેર (3.61%) વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે સ્મોલકેપ કંપનીઓમાં રિકો ઓટો શેર સૌથી ઝડપી 13.72 %. ઉછળ્યો હતો.

Most Popular

To Top