લોકોમાં પ્રવાસ રસ વધ્યો છે અને સારી સગવડ પણ પ્રવાસીઓ માટે વધી છે. પ્રવાસમાં કદાચ ગુજરાતીઓ પ્રથમ નંબરે ફરનારા હશે. દેશમાં જ નહીં વિદેશોમાં પણ ગુજરાતીઓ સારી સંખ્યામાં જતા હોય છે. કેરાલામાં બેક વોટર્સ છે તેથી ઠેર ઠેર નાના મોટા સરોવરો જોવા મળે છે. આ સરોવરો એકબીજા સાથે જોડાયેલ છે તેથી સળંગ પ્રવાસ થઇ શકે છે. આ સરોવરોમાં મોટી મોટી ક્રુઝ ફરે છે. પાંચ સાત દિવસો આવી ક્રુઝમાં રહી શકાય આવી ક્રુઝમાં રહેવાની ખાવાપીવાની બધી જ વ્યવસ્થા હોય છે. ઘરના જેવી જ સગવડ આવી ક્રુઝમાં મળી રહે છે. કાશ્મીરના શિકારા જેવી સગવડ ક્રુઝમાં હોય છે.
આવી જ વ્યવસ્થા ગંગા-યમુના નદીમાં ફરવા માટે કરાય તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને આર્થિક લાભ મળી રહે અને લોકોને સગવડથી ફરવાનો આનંદ મળે. સાથે પ્રવાસન સ્થળો પણ વિકસે. નર્મદા નદીમાં કે તાપી નદીમાં પણ આવી વ્યવસ્થા થઇ શકે. નર્મદા ડેમ જોવા ઘણા લોક જતા હોય છે તો આવી ક્રુઝની વ્યવસ્થા એક આકર્ષણનું કેન્દ્ર બની શકે. પ્રવાસન ક્ષેત્રનો વિકાસ અને લકોને નવો અનુભવ પણ મળી રહે.
વલસાડ – નિરીક્ષા ભટ્ટ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.