સ્વીસ બેન્કોમાં ( swiss bank) ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા મૂકવામાં આવેલા ભંડોળોના પ્રમાણમાં વધારો થયો છે જેમાં સ્વીસ બેન્કોની ભારત સ્થિત શાખાઓમાં મૂકેલા નાણાનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૦માં આ નાણા ભંડોળો વધીને રૂ. ૨.પપ અજબ સ્વીસ ફ્રાન્ક(રૂ. ૨૦૭૦૦ કરોડ કરતા વધુ) થયા છે. જો કે ગ્રાહકોની થાપણોમાં ઘટાડો થયો છે પણ જામીનગીરીઓ અને એવા જ સાધનો વડે કરવામાં આવેલા રોકાણમાં ઉછાળો આવ્યો છે એમ સ્વીટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેન્કના આંકડાઓએ આ જણાવ્યું હતું.
સ્વીસ બેન્કોમાં ભારતીય દ્વારા મૂકવામાં આવેલા કુલ ભંડોળો વર્ષ ૨૦૧૯ના અંતે ૮૯૯ મિલિયન સ્વીસ ફ્રાન્ક (રૂ. ૬૬૨૫ કરોડ) હતા, જેમાં ૨૦૨૦ના વર્ષંમાં વધારો થયો છે અને આ નાણામાં ઘટાડો થવાનો છેલ્લા બે વર્ષનો સિલસિલો પલટાયો છે અને સ્વીસ બેન્કોમાં ભારતીયોએ મૂકેલા નાણા છેલ્લા ૧૩ વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચ્યા છે. વર્ષ ૨૦૦૬માં તે ૬.પ અજબની વિક્રમી ઉંચાઇએ હતા, જેના પછી તે મોટે ભાગે ઘટતા ગયા હતા.
જો કે તેમા઼ ૨૦૧૧, ૨૦૧૩ અને ૨૦૧૭ના વર્ષ અપવાદ હતા એમ સ્વીસ નેશનલ બેન્કના આંકડા જણાવે છે. એસએનબીએ જેને ભારતીયો તરફની સ્વીસ બેન્કોની કુલ જવાબદારીઓ ગણાવી છે તે રૂ. ૨૦૭૦૬ કરોડ છે. તેમાં ગ્રાહક થાપણો રૂ. ૪૦૦૦ કરોડ હતી જ્યારે બોન્ડસ, જામીનગીરીઓ તથા વિવિધ નાણાકીય સાધનો વડે મૂકવામાં આવેલા નાણા રૂ. ૧૩૫૦૦ કરોડ હતા. બાકીની રકમ સ્વીસ બેન્કોની ભારતીય શાખાઓમાં મૂકવામાં આવેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ આંકડાઓ ભારતીયો દ્વારા સ્વીસ બેન્કોમાં મૂકવામાં આવેલા નાણાના આંકડાઓ છે અને જરૂરી નથી કે સ્વીસ બેન્કોમાં મૂકવામાં આવેલા બધા નાણા કાળા નાણા જ હોય.
સ્વીસ બેન્કોમાં જે દેશોના લોકોના નાણા મૂકવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ નાણા મૂકનાર યુકેના લોકો છે. બીજા ક્રમે અમેરિકા આવે છે. ટોચના અન્ય દસ દેશોમાં વેસ્ટ ઇન્ડિઝ, ફ્રાન્સ, હોંગકોંગ વગેરે દેશોનો સમાવેશ થાય છે. ભારતનો ક્રમ ૫૧મો આવે છે. નેધરલે
નડ, ઇટાલી, કુવૈત, સાઉદી અરેબિયા, ઇઝરાયેલ જેવા દેશો સ્વીસ બેન્કોમાં નાણાની દષ્ટિએ ભારત કરતા આગળ છે જ્યારે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મોરેશિયસ, શ્રીલંકા, ડેન્માર્ક, હંગેરી જેવા દેશો આ બાબતમાં ભારત કરતા પાછળ છે. બ્રિકસ દેશોમાં ભારત ચીન અને રશિયા કરતા પાછળ અને સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ કરતા આગળ છે