ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે અમુક કાર્યો લોકડાઉન સમયે પણ થઇ શકે છે અને અમુક કામો ન થઇ શકે. એક ઉદાહરણ જોઇએ કે કન્સ્ટ્રકશનને લગતું કામ થઇ શકે પરંતુ એ માટે સીમેન્ટ, સળિયા, કેમિકલ જેવી જરૂરી છે તે વસ્તુ મળી શકતી નથી. આથી એ વસ્તુ વિના મકાન રીપેરીંગ કે નવા બાંધકામ કેવી રીતે થઇ શકે તે એક પ્રશ્ન છે. કોન્ટ્રાકટરો જો ઉપર જણાવેલ ચીજવસ્તુ જો મેળવી ન શકે તો તેઓ રીપેરીંગ કામકાજ કેવી રીતે કરી શકશે? આરોગ્યને લગતી બાબતમાં છૂટ છે અને તેમાં ચશ્માંની દુકાનને પણ ખોલવાની છૂટ આપી છે તે એક સારી બાબત છે કારણ કે ચશ્મા એ પણ આરોગ્યને લગતી બાબત છે એ જ રીતે હાલમાં ચોમાસું નજીક આવી રહ્યું છે તો મકાન રીપેરીંગ કામકાજ બાબતને પણ પ્રાધાન્ય આપી એ અંગેની ચીજવસ્તુ પણ સહેલાઈથી મળી રહે તે માટે વ્યવસ્થા થવી જરૂરી છે. આવી બીજી બાબતોમાં પણ છૂટ જરૂરી છે. આ અંગે એવું કરવું જોઇએ કે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ બધી દુકાનો સવારે છ વાગ્યા સુધી ખુલ્લી રહે ત્યારબાદ સંપૂર્ણ લોકડાઉન કરવું જોઇએ. જેથી ધંધા રોજગારનો પ્રશ્ન પણ હળવો થાય. સર્વે કોરોના અંગેના નિયમોનું પાલન પણ કરે એ પણ એટલું જ જરૂરી છે.
નવસારી- મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.