નવી દિલ્હી: સ્થાનિક શેરબજારમાં (Local stock market) સપાટ ઓપનિંગ બાદ ગુરુવારે સવારે 9.55 વાગ્યે શેરબજારનું તજીમાં પુનરાગમન થયું હતું. ત્યારે બીએસઈ સેન્સેક્સ (Sensex) 241.65 પોઈન્ટના વધારા સાથે 74462.71 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ એનએસઈનો નિફ્ટી (Nifty) પણ 72.75 પોઈન્ટના ઉછાળા સાથે 22670.55ના સ્તરે હતો.
વૈશ્વિક પરિસ્થિઓના કારણે ગુરુવારે સ્થાનિક શેરબજાર સપાટ ખુલ્યું હતું. સવારે 9.15 વાગ્યે બજાર ખુલ્યું ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ 16.46 પોઈન્ટના ઘટાડા સાથે 72,204.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પણ 1.85 પોઇન્ટના વધારા સાથે 22599.65ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.
ભારતીય શેરબજારનું માર્કેટ કેપ પણ ઓલ ટાઇમ ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 419.68 લાખ કરોડની નજીક પહોંચી ગયું હતું, જે છેલ્લા બે સત્રોમાં રૂ. 415.94 લાખ કરોડના બંધ સ્તર કરતાં રૂ. 3.74 લાખ કરોડ વધુ છે. બુધવારે, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પ્રથમ વખત $5 ટ્રિલિયનને પાર બંધ થયું.
આ 10 શેરો રોકેટની જેમ તેજી
શેરબજારમાં તેજી વચ્ચે સૌથી મોટો ઉછાળો કોચીન શિપયાર્ડના શેરમાં આવ્યો હતો અને બપોરે 12.30 વાગ્યા સુધી તે 11.25 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય શિપિંગ કોર્પોરેશન ઈન્ડિયા સ્ટોકનો શેર 10 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો હતો. રેલ્વેના શેરમાં પણ ગુરુવારે તેજી જોવા મળી હતી. IRFCના શેરમાં 8 ટકાનો વધારો થયો હતો, તેમજ RVNLના શેરમાં પણ લગભગ 8 ટકાનો વધારો નોંધાયો હતો. PNB હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં પણ 8 ટકાથી વધુનો વધારો થયો છે.
શરૂઆતના સેશનમાં એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એસબીઆઈ, બીપીસીએલ અને ઓએનજીસી ટ્રેડ દરમિયાન નિફ્ટી પર મુખ્ય ગેનર હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ગ્રાસિમ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
NSEએ રચ્યો ઈતિહાસ
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ લગભગ 853 પોઈન્ટ વધીને 75,075ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સે ઈતિહાસ રચ્યો હતો અને નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યો હતો. લખાય છે ત્યાં સુધી નિફ્ટી 267 પોઈન્ટના ઉછાળા સાથે રૂ.22,865ની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
NSE લિસ્ટેડ 2,572 શેરોમાંથી 1,220 શેર ઊંચા ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 1,242 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 110 શેર યથાવત દેખાયા હતા. 100થી વધુ શેરો તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયા હતા.