SURAT

પાર્ટ ટાઈમ જોબના ચક્કરમાં વરાછાની મહિલા સાથે થયો આવો કાંડ…

સુરત (Surat): વરાછા (Varacha) ખાતે રહેતી મહિલાને (Women) પાર્ટ ટાઈમ જોબ (Part Time Job) આપવાની લાલચ આપી યુટ્યુબ (YouTube) લિંક (Link) મોકલી ટાસ્ક (Task) પૂર્ણ કરવાની વાત કરી વિશ્વાસમાં લીધી હતી. ત્યાર પછી અલગ અલગ બેંક (Bank) ખાતામાં (Account) પૈસાનું રોકાણ (Investment) કરાવી ટાસ્ક પૂર્ણ કરવાના બહાને 9.71 લાખની ઠગાઈ (Fraud) કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસમાં નોંધાઈ છે.

  • વરાછાની મહિલા સાથે પાર્ટટાઈમ જોબમાં ટાસ્ક પૂરો કરવાના બહાને 9.71 લાખની ઠગાઈ
  • મહિલા પાસેથી 9.98 લાખ પડાવી તેમાંથી 27 હજાર પરત આપ્યા હતા

વરાછા રચના સર્કલ પાસે રામરાજ્ય સોસાયટી ધર્મભક્તિ એપાર્ટમેન્ટમાં રહેતી 38 વર્ષીય ઝલકબેન વઘાસિયાએ ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસમાં અલગ અલગ બેંક એકાઉન્ટ ધરાવતા 14 લોકો સામે 9.71 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

તેણે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ તારીખ 31 મે 2023 થી 11 જુન 2023 દરમિયાન તેની સાથે છેતરપિંડી થઈ છે. 31 મે ના રોજ વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર પરથી વર્કફ્રોમ હોમનો મેસેજ આવ્યો હતો. તેને ટેલિગ્રામ એકાઉન્ટમાં લિંક મોકલી હતી. તેની સાથે વાતચીત કરી પાર્ટ ટાઈમ જોબ આપવાની લાલચ આપી યુટ્યુબની લિંક ઓપન કરાવી હતી. અને તેને લાઈક કરી રેટિંગ આપવાથી વળતર મળશે તેવી વાત કરી હતી.

શરૂઆતમાં ટાસ્ક પૂરા થતા તેને 1500 રૂપિયા કમિશન આપ્યું હતું. બાદમાં અલગ અલગ ચાર્જ તથા રૂપિયા વિડ્રો કરવાના અલગ અલગ ચાર્જ તથઆ રૂપિયા વિડ્રો કરવાના ચાર્જ જણાવી કુલ 13 બેંક એકાઉન્ટ અને ગુગલ પે મારફતે 9.98 લાખ પડાવ્યા હતા. જેમાંથી કમિશનના વળતર પેટે માત્ર 27 હજાર પરત આપ્યા હતા. બાકીના 9.71 લાખ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top