દેશહિતમાં આવી માનસિકતા દૂર થવી ઘટે – Gujaratmitra Daily Newspaper

Charchapatra

દેશહિતમાં આવી માનસિકતા દૂર થવી ઘટે

તા.૩૦ એપ્રિલ ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ ખુદ્દાર હિંદુ રાષ્ટ્ર કઈ રીતે બને? ‘ એ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. હવે એક વાત દરેકે સમજવી પડે કે આ દેશની ૧૩૦ કરોડ કરતાં વધારે વસ્તીમાં હિન્દુઓની વસ્તી ૧૦૦ કરોડ કરતાં વધારે છે, પરિણામે દેશમાં જે કંઈ ઘટનાઓ બને તેમાં હિન્દુઓનું પ્રમાણ સ્વાભાવિક જ વધુ હોવાનું, અંગ્રેજો અને મોગલ સમ્રાટોનો ઇતિહાસ જાણીતો છે. હિંદુઓએ અંદરઅંદરના કુસંપ અને કેટલાક અમીચંદોને લીધે જે યાતનાઓ ભોગવી છે તે જગજાહેર છે. આ સમગ્ર હિંદુ પ્રજાની વગોવણી છે અને હિંદુ પ્રજા સાથે અન્યાય છે.વાસ્તવિકતા બધા જાણે છે. જરૂર છે આ વાસ્તવિકતાને જાણીને દેશહિતમાં આવી માનસિક્તા દૂર કરવાની.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top