Charchapatra

જીવનની સફળતા

સફળ સુખી જીવન જીવવાની સૌ કોઇને ઇચ્છા હોય છે. જેમાં માત્રને માત્ર ભૌતિક સુખો, જાહોજલાલી જ આવશ્યક નથી પણ મુખ્યત્વે ત્રણ પરિબળોનો સમન્વય હોવો ખુબ જ જરૂરી છે. પ્રેમ, પૈસો તથા પરિવાર, વાણી, પાણી, કમાણી, સંબંધ, સંસ્કાર, સંપ, તન, મન, ધન, મિત્ર, છત્ર, ચરિત્ર. આ ત્રણેના સમીકરણોને સંતુલીત રાખવા, વ્યકિતની માનસિકતા, હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ જેવા પરિબળો થકી મજબૂત તથા શારીરિક, માનસિક સ્વસ્થતા જાળવવા અત્યંત જરૂરી છે.
સુરત     – દિપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અફવા
અફવા એ સૌના મનમાં જિજ્ઞાસા જગાડતો શબ્દ કહી શકાય. અફવા એ એક એવી પ્રવૃત્તિ છે જે ખોટાને સાચું હોય એવું દર્શાવવાની આવડત. આજકાલ તો મોબાઈલનો યુગ ચાલે છે. જેમાં ફેસબુક, વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને સ્ટેટસ દ્વારા ચાલતી અનેક પ્રકારની અને વિવિધ જાતની વાતો સાંભળવા અને વાંચવા મળે છે, એ વાંચીને એ સાચી છે કે ખોટી એ ચકાસવાની પણ કોઇને જરૂર પડતી નથી. એ અફવાને તરત જ પોતાના ગ્રુપમાં ફોરવર્ડ કરવા જ માંડે છે. કોણ જાણે આ પ્રવૃત્તિમાં શું રસ પડતો હશે એ ભગવાન જ જાણે, પણ આટલું તો ચોક્કસ જ છે કે અફવાનું બજાર ગરમ જ રહેવાનું. અફવાને પોતાના પગ નથી હોતા છતાં એ સેકન્ડમાં કયાંના કયાં સુધી ફેલાઈ શકે છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ.
સુરત     – શીલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top