વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ત્રણ સભ્યોની પસંદગી સમિતિએ સોમવારે આ પદ માટે તેમના નામની પસંદગી કરી હતી.મંત્રાલયના ઑર્ડરમાં જણાવાયું છે કે, જયસ્વાલને બે વર્ષના સમયગાળા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી, તા.25 (પીટીઆઈ) વરિષ્ઠ આઈપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલની મંગળવારે કર્મચારી મંત્રાલયના ઑર્ડર અનુસાર બે વર્ષ માટે સીબીઆઈના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.મહારાષ્ટ્ર કેડરના 1985ની બેચના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી જયસ્વાલ હાલમાં સેન્ટ્રલ ઑદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના ડાયરેક્ટર જનરલ છે.
તેઓ ભૂતકાળમાં મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.રાકેશ અસ્થાનાનાની પણ ચર્ચા હતી પણ તેમની નિવૃત્તિના આડે છ મહિના કરતા ઓછો સમય બચ્યો છે એ નિયમ ચીફ જસ્ટિસે બતાવ્યો હોવાનું મનાય છે. તેઓ 31 ઑગસ્ટે રિટાયર થાય છે.