વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિધાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને રાજ્ય સરકાસર દ્વારા અનદેખી કરાઈ રહી છે.
તેથી રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી, રાજયના તમામ જીલ્લા મથકોએ સોમવારે શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી. ત્યારે વડોદરા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાને વડોદરા શહેર શાળા સંચાલકો દ્વારા આવેફન પત્ર આપી ઘો9થી11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવા ની રજુઆત કરવામાં આવી હતી
રાજ્યભરમાં કોવિડ-19ની બીજી લહેર નબળી પડી છે.કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ ધંધા રોજગાર, કોલેજો સહિત ખાનગી કોચિંગ ક્લાસીસ અને ધાર્મિક સ્થળો ખોલવા મંજૂરી આપી દીધી હતી. બીજી તરફ શાળાઓમાં વર્ગો શરૂ કરવા પરવાનગી નહીં મળતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય તેમજ તેમનામાં કેળવાયેલી શિસ્તમાં પણ ઘણો ફેરફાર થવા લાગ્યો છે.
ત્યારે વડોદરાના ખાનગી શાળાઓના 100 થી વધુ સંચાલકોએ એકત્ર પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા મંજૂરી આપવા માંગ કરાઈ હતી. પ્રથમ તબક્કામાં સરકારશ્રીએ ધોરણ ૯ થી ૧ર ની શાળાઓને ફરી શરુ કરવાની ત્વરીત મંજૂરી આપવા ઉગ્ર માંગણી કરાઈ ઉપરાંત ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિંક રીતે જ વધારે હોય તેથી ટયુશન કલાસની સરખામણીએ કોવીડ ગાઇડ લાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજુરી અપાતી નથી તે આશ્ચર્યજનક લાગે છે.
જય અંબે વિદ્યાલયના આચાર્ય પરેશભાઈ શાહે ગુજરાતમિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવેદનપત્ર આપવા પાછળ મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી કોરોનાના કેસો ઘટવા માંડ્યા છે.ઘણી બધી બાબતો એવી છે કે જે અનલોક થઈ છે પણ શિક્ષણની અંદર ખાસ કરીને ધોરણ 9-10 અને 11 આ ત્રણ ધોરણ એવા છે કે જ્યાં વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર થતું હોય છે.
ઓનલાઇન શિક્ષણ તો બધા મેળવી રહ્યા છે.પરંતુ ઘણા વિષયો એવા છે જેમાં મેથ્સ છે સાયન્સ, એકાઉન્ટ, સ્ટેટેસ્ટિક ફિઝિકસ, કેમેસ્ટ્રી બાયોલોજી જેવા વિષયો શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકશે ખાસ કરીને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરી શકીએ.પરંતુ છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ થયું ત્યારથી વિદ્યાર્થી તેના પ્રશ્નો પૂછતો બંધ થઈ ગયો .બીજી તરફ ઓનલાઈન સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓની આદતોમાં ઘણો ફેરફાર આવ્યોછે.
વિદ્યાર્થીઓને અડધો કલાક માટે બેસતા નથી. આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાની હોય તો શિક્ષણ માટે દિવસો ઘણા ઓછા રહેશે.તેથી અમે રજુઆત કરીછે કે એસઓપીનું પાલન કરવા સાથે વાલીઓની સંમતિ હોય તો જ વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ આપીશું જે વિદ્યાર્થીઓના હિતમાં છે.