વડોદરા: રાજ્યની તમામ યુનિવર્સીટીઓના બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિધાર્થીઓ માટે જાહેર કરવા આવેલ એકેડેમિક પ્રોગ્રેશનનો વડોદરાની એમ એસ યુનિવર્સીટીના વિધાર્થી નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિધાર્થી નેતાઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે માસ પ્રમોશન આપવાને બદલે યુનિવર્સીટીમાં ઓન લાઈન પરીક્ષા યોજવાની માંગ કરવામા આવી હતી.
એમ એસ યુનિવર્સીટીના વિધાર્થી સંગઠનો દ્વારા એકેડેમિક પ્રોગ્રેશન નોવિરોધ કરી ઓન લાઈન પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ઓલ ગુજરાસ્ત સ્ટુડન્ટ યુનિયનનાં વિધાર્થી નેતાઓ પંકજ જયસ્વાલ કોમર્સ ફેકલ્ટીના એફ આર ની આગેવાનીમાં સરકારે જાહેર કરેલા યુનિવર્સીટીના અંતિમ વર્ષ સિવાયના વિધાર્થીઓ માટેના એકેડેમિક પ્રોગ્રેશનનો વિરોધ કર્યો હતો. આ અંગે જિલ્લા કલેકટર થકી રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અધિક નિવાસી કલેકટર ડી આર પટેલ નર આવેદનપત્ર આપીને ઓન લાઈન પરીક્ષા યોજવા દેવાની માંગણી કરાઈ હતો.
કોરોના મહામારીને પગલે વર્ષ 2021નું શૈક્ષણિક વર્ષ ઓન લાઈન શિક્ષણમાં જ પૂર્ણ થયું છે. અને આંતરિક પરીક્ષાઓ ઓન લાઈન જ લેવામાં આવી છે .જે માટે યુનિવર્સીટીએ પોતીકું પોર્ટલ બનાવ્યું છે . યુનિવર્સીટીના વિધાર્થીઓ તેમના ઘરેથી પોર્ટલ માંજ પરીક્ષા આપે છે . યુનિવર્સીટીના વિધાર્થીઓ એ આખું વર્ષ ઓન લાઈન શિક્ષણ મેળવીને મહેનત કરી છે ત્યારે એકેડેમિક પ્રોગ્રેશન આપવાથી તેમની માર્કશીટમાં એકેડેમિક પ્રોગ્રેશન લખાશે જે તેમની કારકિર્દી માટે નડતરરૂપ બનશે અને નોકરી રોજગાર મેળવવા બાધારૂપ બનશે
આ વિશે વધુ માહતી આપતા પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે અમે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવ્યા છે અને કલેકટરને રજૂઆત કરી છે કે રાજ્ય સરકાર દ્વારા જે માસ પ્રમોશનનો નિર્ણય કરવામાં આવ્યો છે.પણ જે વિદ્યાર્થીઓ પ્રથમ , દ્વિતીય અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.તો અમારું એવું કહેવું છે કે એમ.એસ.યુનિવર્સિટી પાસે પોતાનું એક્ઝામ પોર્ટલ છે.ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓએ હજારોની સંખ્યામાં પરીક્ષા આપી છે અને ખૂબ સારી રીતે પરીક્ષા આપી છે.જો તમે માસ પ્રમોશન કરશો તો વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી છે.જે આગળ જઈને પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે.પરંતુ માસ પ્રમોશનમાં ગત વર્ષે જે વિદ્યાર્થીઓને સેમેસ્ટરમાં માર્ક્સ મળ્યા છે.