World

ટાઈટેનિક જોવા માટે નીકળેલા 4 ટુરિસ્ટની સબમરીન બે દિવસથી એટલાન્ટિક મહાસાગરમાં ગૂમ

નવી દિલ્હી: ટાઈટેનિકના (Titanic) કાટમાળને જોવા માટે ટુરિસ્ટને (Tourist) લઈ જતી એક સબમરીન (Submarine) બે દિવસથી ગૂમ (Missing) થઈ ગઈ છે. આ નાના કદની સબમરિન તેના પાયલોટ (Pilot) સહિત એટલાન્ટિક મહાસાગરમાં (AtlanticSea) કશેક ખોવાઈ ગઈ છે. બે દિવસથી તેનો સંપર્ક નહીં થતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. આ સબમરીનમાં બ્રિટનના ઉદ્યોગપતિ (Britain Businessman ) ઉપરાંત પાકિસ્તાની (Pakistan) નાગરિકો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

110 વર્ષ પહેલાં ટાઈટેનિક જહાજ એટલાન્ટિક મહાસાગરમાં ડુબી ગયું હતું. 1912માં બનેલી આ ઘટનામાં 1500થી વધુ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના પર હોલિવુડમાં એક ફિલ્મ પણ બની ચુકી છે. દરમિયાન એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટેનો બિઝનેસ પણ કેટલીક ટુરિસ્ટ એજન્સીઓ વર્ષોથી કરી રહી છે. આવી જ એક એજન્સી દ્વારા થોડા દિવસ પહેલાં નાના કદની સબમરીનમાં કેટલાંક પ્રવાસીઓને ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે એટલાન્ટિક મહાસાગરમાં લઈ જવામાં આવી રહ્યાં હતાં.

માત્ર 5 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી આ સબમરીનને ટાઈટેનિકના કાટમાળ પાસેથી જઈને પાછા આવવામાં લગભગ 8 કલાકનો સમય લાગે છે. પરંતુ છેલ્લાં બે દિવસથી તે સબમરીનનો સંપર્ક કરી શકાયો નથી. આ સબમરીન દરિયામાં ક્યાં ખોવાઈ તેની પણ જાણકારી નથી. તંત્ર તેને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સબમરીનમાં 96 કલાક સુધી ચાલે તેટલો ઓક્સિજન હોવાની માહિતી મળી છે.

સબમરીન ઉત્પાદક કંપનીએ કહ્યું કે સબમરીનને પ્રવાસીઓ સાથે સુરક્ષિત સમુદ્ર કિનારે પાછા લાવવા માટેના તમામ વિકલ્પો વિશે વિચારવામાં આવી રહ્યું છે. તેમાં ચાર દિવસ સુધી ચાલે તેટલું ઓક્સિજન છે. સબમરીનમાં પાયલોટ ઉપરાંત ચારેક લોકો હોવાની શક્યતા છે.

સબમરીનમાં બ્રિટનના અબજોપતિ ઉદ્યોગકાર છે
મળતી માહિતી અનુસાર સબમરીનમાં એક પાયલોટ ઉપરાંત 4 મુસાફરો સવાર હતા, જેમાં બ્રિટનના એક અબજોપતિ ઉદ્યોગપતિ હોવાની વિગતો સામે આવી છે. આ બિઝનેસમેનનું નામ હેમિશ હાર્ડિંગ છે. આ ઉપરાંત પાકિસ્તાનના બિઝનેસમેન શહજાદા દાઉદ તેમના પુત્ર સાથે સબમરીનમાં હોવાનું જાણવા મળ્યું છે. આ સબમરીનને શોધવા માટે યુએસ અને કેનેડાથી જહાજો અને વિમાનો મોકલવામાં આવ્યા છે.

18મી જૂનથી સબમરીન ગાયબ
પ્રાપ્ત માહિતી અનુસાર આ સબમરીન ગઈ તા. 18મી જૂનના રોજ બપોરે ટાઈટેનિકનો કાટમાળ જોવાના હેતુથી પાણીમાં ઉતરી હતી. ત્યાર બાદ લગભગ 1.45 કલાકથી સબમરીન તેના રડારથી ગાયબ થઈ ગઈ હતી. સબમરીન હજુ પાણીમાં જ છે કે તે સપાટી પર આવી ગઈ છે તે અંગે કોઈ માહિતી નથી. યુએસ અને કેનેડાની રેસ્કયુ ટીમ લગભગ 900 માઈલ એરિયામાં શોધખોળ કરી રહી છે.

Most Popular

To Top