National

ભારતીય નૌકાદળમાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસની સબમરિન સામેલ

ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્થ સ્કોર્પિયન ક્લાસ સબમરિન આઈએનએસ કરંજને બુધવારે નેવીમાં સામેલ કરવામાં આવી હતી. આ સબમરિન દરિયાની સપાટીથી ઉપર અથવા નીચેના કોઈપણ ખતરાને નિષ્ફળ બનાવવા સક્ષમ અને શક્તિશાળી હથિયારો અને સેન્સરથી સજ્જ છે. સાઇલન્ટ કિલર તરીકે જાણીતી આઇએનએસ કરંજ મેક ઇન ઇન્ડિયાની સફળતા ગણાવાય છે કેમ કે એ પોતાના મિશન પર બિલકુલ અવાજ નથી કરતી. વજન એનું 1600 ટન છે.

નેવલ ડોકયાર્ડમાં સમારોહના મુખ્ય મહેમાન તરીકે નૌકાદળના ભૂતપૂર્વ પ્રમુખ એડમિરલ વી. એસ. શેખાવત જોડાયા હતા. જે જૂના કરંજના કમિશનિંગ ક્રૂના ભાગ હતા અને ત્યારબાદ 1971ના ઈન્ડોપાક યુદ્ધ દરમિયાન કમાન્ડિંગ ઑફિસર તરીકે ભૂમિકા ભજવી હતી. નૌસેનાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રાન્સના નેવલ ગ્રૂપના સહયોગથી મેઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, (એમડીએલ) મુંબઇ દ્વારા ભારતમાં છ સ્કોર્પિયન ક્લાસની સબમરિન બનાવવામાં આવી રહી છે. પ્રવક્તાએ કહ્યું કે, આઈએનએસ કરંજ પશ્ચિમી નેવલ કમાન્ડ સબમરિન કાફલાનો ભાગ બનશે.

આ સમારંભમાં ઉપસ્થિત લોકોમાં નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને વરિષ્ઠ નેવી અને એમઓડી અધિકારીઓ શામેલ હતા. નૌકાદળના વડાએ પોતાના સંબોધન કહ્યું કે, સ્વદેશીકરણ અને આત્મનિર્ભર ભારત માટેની આ પ્રેરણા, ભારતીય નૌકાદળની વિકાસની કહાની અને ભવિષ્યના ઑપરેશનલ ક્ષમતાઓ મૂળભૂત ધ્યેય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top