વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિનો સૈદ્ધાંતિક આંચકાઓ પછી હવે તેનો અમલ શરૂ થવામાં છે. આપણે અગાઉપણ આ કોલમમાં ચર્ચા કરી છે. તેમ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ તો સરકારનું શિક્ષણ ખાતુ સિધુ જ નિયમો બહાર પાડશે. જેમ કે પ્રાથમિક શિક્ષણમાં હવે બાળકને છે વર્ષ પૂરા થાય ત્યારે જ પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે વળી બાળક ત્રણ વર્ષ પુરા કરશે કે તેને પ્લેગૃપ કે એવા કોઇપણ નામધારી ગૃપમાં મુકવામાં આવશે! એટલે મા-બાપ ધારે તો ચોથા વર્ષથી જ બાળકને આંગણવાડી, ફુલવાડી, મોટીવાડી, નાની વાડી,ના નામે ભણવા મુકી શકશે! આમ તો ઔપચારિક શિક્ષણ જ પહેલા ધોરણથી શરૂ થાય પરંતુ આપણાં સૌનો અનુભવ છે કે આજકાલ બાળકોને કે. જી. સિનિયર કે.જી થી જ લખતા વાંચતા કરી દેવામાં આવે છે!
પ્રાથમિક-માધ્યમમિક કે શાળાકક્ષાના શિક્ષણમાં સરકારનું સીધુ નિયંત્રણ છે. જયારે ઉચ્ચ શિક્ષણના કહેવાતી સ્વતંત્રતા છે જે સરકાર દ્વારા નિયુકત થયેલા કુલપતિશ્રી અને સત્તાધીસો ઉપરના આદેશો મુજબ ગીરો મુકી દે છે! ખેર,આપણે રાજકારણની વાત બાજુ પર મુકીએ તો ગુજરાતમાં અત્યારે ઉચ્ચ શિક્ષમમાં નવી શિક્ષણનીતિના અમલની તડામાર તૈયારીઓ થઇ રહી છે. મજાની વાત તો એ છે કે છેકે રહી રહીને હવે, જયારે પંદરમી જુનથી કોલેજો શરૂ થવાની છે ત્યારે! યુ. જી.પી. ગુજરાતમાં શિક્ષણ વિભાગ વતી કે. સી. જીએ નવી શિક્ષણનીતિ માટે સંબધિત લોકોના સુચનો મંગાવ્યા છે.
જો કે આ સૂચનો મંત્રવ્યા છે ખરા પણ આપશે કોય માત્ર કોલેજના પ્રિન્સિપાલો, અધ્યાપકો કે શિક્ષણની કોલમ લખનારાઓ શિક્ષણના મૂળ વાલીઓ અને વિદ્યાર્થીઓને તો નવી શિક્ષણ નીતિના વ્યવહારમાં મુકાયેલા નવા નિયમોની ખબર જ નથી તો એ સૂચન કરશે કેવી રીતે! આપણે આ કોલમમાં લખ્યું હતું કે રાજકીય પક્ષો વિદ્યાર્થી પાંખ ચલાવે છે તે પાંખ દ્વારા નવી શિક્ષણનીતિની જાહેરચર્ચાઓ ગોઠવવી જોઈએ અને બદલાયેલા નિયમો ગામે ગામ, પોલો, શેરીઓમાં જઇ જણાવવા જોઈએ! એની ટીકા કે પ્રસંશા તો પછીની વાત છે પહેલા માહિતી તો આપો કે શું બદલાઈ રહ્યું છે? વિદ્યાર્થીઓ અને વાલીઓ જાગો અને સમજો કે હવે તમે કોલેજમાં એડમીશન લો એટલે ત્રણ વર્ષ ભણો, પાસ થાવ પછી જ ડીગ્રી મળે તેવું નથી! તમે એક જ વર્ષ, બે સેમેસ્ટર ભણીને ભણવાનું છોડી દો છો તો પણ તમને ડીપ્લોમાં 7 સર્ટી મળશે!
ચાર –સેમેસ્ટર એટલે બે વર્ષભણ્યા પછી કોલેજ છોડી દો છો તો પણ પ્રમાણપત્ર મળશે અને ત્રવર્ષના છ સેમેસ્ટર પતાવશો તો ડીગ્રી મેળવશો ટુકમાં જેટલુ ભણશો તે મુજબ સર્ટી આપવાની વ્યવસ્થા છે! વળી ભણવાનું છોડી દો તો પછી ફરી ભણવાનું શરૂ કરવાની વ્યવસ્થા પણ છે જે મ કે એક વર્ષ (બે સેમેસ્ટર) પછી ભણવાનું છોડી દીધું! ડીપ્લોમાં સર્ટી લઇ લીધુ… હવે ચાર પાંચ વર્ષપછી ફરી સમય મળ્યો, સગવડ મળી તો ભણવાનું આગળ ચલાવો અને ખૂટતા વર્ષો અભ્યાસ કરી ડીગ્રી મેળવો!
ટૂંકમાં ગમે ત્યારે એન્ટ્રી લો, ગમે ત્યારે એકિસટ મેળવો! પહેલા એવો નિયમ હતો કે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધા પછી વધુમાં વધુ છ વર્ષમાં વિદ્યાર્થીએ ફાયનલ ઇયર પરિક્ષા પૂર્ણ કરવી પડે! પાસ કરવી પડે… (વિદ્યાર્થી ભાષામાં સમજીએ તો બધા જ વર્ષની એ. ટી. કે.ટી સોલ કરી ગ્રેજ્યુએટ થવામાં વધુમાં વધુ છ વર્ષ મળે!) હવે એવું નથી!
વિદ્યાર્થીઓ અને વાલીઓએ બીજુ મોટુ પરિવર્તન એ સમજવાનું છે કે હવે તમે બી.એ, બી.કોમ, બી.એસ.સી એવા ફીકસ કોર્ષમાં પ્રવેશ નથી મેળવતાં જયાં કોલેજ તમને ‘ફીકસ મેનુ’આપે અને એક-બે જ નાની પસંદગીની છૂટ હોય! હવે તમે આખા કોર્ષમાં એડમીશન નથી લેતા પણ વિષયમાં પ્રવેશ મેળવો છો! એટલે કે પહેલા સાયન્સ વિભાગમાં ગ્રેજ્યુએટ થવા પ્રવેશ મેળવતો વિદ્યાર્થી કેમેસ્ટ્રી, ફીઝીક્સ, મેથ્સ બાયોલોજી જેવા સાયન્સના જ વિષયો ભણતો તે માત્ર મુખ્ય કે ગૌણ કયા હશે તે પસંદ કરતો પણ ભણતો માત્ર સાયન્સના જ વિષય એમાય કોલેજ પાસે જ વિષયના અધ્યાપક હોય તે જ વિષયો તેને ભણવાના રહેતા દા.ત. કેમેસી મુખ્ય વિષય ભણવા માંગતા વિદ્યાર્થીને બીજા વિષય ઝુલોજી ભણવો હોય પણ કોલેજમાં તે વિષય આપવામાં ન આવતો હોય અને મેથ્સ જ અપાતો હોય તો તેણે કેમેસ્ટી સાથે મેથ્સ જ ભણવો પડતો!
હવે આવુ નથી કરવાનું!હવે કોલેજમાં કેમેસ્ટ્રી વિષય મળે છે તો કેમેસ્ટ્રીમાં એડમીશન લેવાનું ઝૂલોજી બીજી કોલેજમાં ભણવા મળે તેમ છે તો વિદ્યાર્થીએ ઝૂલોજી માટે બીજી કોલેજમાં એડમીશન લેવાનું! ટુકમાં જે વિષય જયાં ભણવો હોય તે વિષય પુરતુ જ ત્યાં એડમીશન લેવાનું! બોલો!આ વાત કોઇસમજાવે છે! શું આ રીતે એડમીશન આપવા ગુજરાતની કોલેજો, યુનિવર્સિટીઓ તૈયાર છે ખરી? આના વહીવટીય પ્રશ્નો સરકારે વિચાર્યા છે ખરા? જો વિષય મુજબ એડમીશન આપવાનું થાય તો ફી પણ વિષય મુજબ લેવાની થાય! સરકાર કે યુનિવર્સિટીએ ફી બાબતે કોઇ વિચાર કર્યો છે ખરો?
લાગે છે ઉચ્ચ શિક્ષણમાં જે ખરા લાભાર્થી છે તે વિદ્યાર્થીઓ તો નવી શિક્ષણનીતિના અમલઅનએઅસર બાબતે બિલકુલ જાગૃત નથી! શિક્ષણ વ્યવસ્થાના કેન્દ્ર સ્થાને રહેલા આ લાભાર્થીઓ ભાગ બનવાને બદલે ભોગ બનશે. તેવો માહોલ દેખાઈ રહ્યો છે! અધ્યાપકો, આચાર્યો, સત્તાવાળાઓ શિક્ષણ નીતિના કે વિદ્યાર્થીઓના ભવિષ્યને બદલે પોતે ફાજલ ન પડે! પોતે આવક ન ગુમાવે પોતાને નવી તૈયારીઓ ન કરવી પડે તેમા લાગી ગયા છે! વિદ્યાર્થીઓ, વાલીઓઅનએશિક્ષમનું ચિંતન કરનારા જાગો અને વિચારો, શું શું બદલાઈરહ્યું છે! શું શું બદલવા જેવું છે! જરા જૂઓ તો ખરા નવી શિક્ષણનીતિના અમલમાં નિતિમત્તા છે કે નહીં!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.