તાજેતરમાં વીર નર્મદ દ.ગુ. યુનિવસીર્ટીના 30 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઘર, સોસાયટી, કોલેજ આજુબાજુ પાણીના કુંડા મૂકવાની શુભ શરૂઆત કરી છે તે વિદ્યાર્થીઓનો અભિગમ પ્રેરક, સરાહનીય છે. ઉનાળો શરૂ થઈ ગયો છે. કાળઝાળ ગરમી માઝા મૂકી રહી છે. ત્યારે આ આકરા તાપમાં સેલ્ફી વીથ પરીંદા યોજના અબોલ પક્ષીઓની તરસ છીપાવશે. આ ઝુંબેશ વધુ વિસ્તરવી જોઈએ. શહેરની અસંખ્ય શાળા, સ્કુલો, કોલેજોએ આ ઝુંબેશ ઉપાડી પુણ્ય કાર્ય કરવું જોઈએ. આ સ્તૃત્ય કાર્ય માટે યુનિ.ના વાઈસ ચાન્સેલર શ્રી કે.એન.ચાવડા, કુલસચિવ શ્રી જયદીપ ચૌધરીજી, બાયો ટેકનોલોજી વિભાગના વડાઓને સ્વયં સેવકો અભિનંદને પાત્ર છે. વિદ્યર્થીઓ સેલ્ફી લઈ સોશિયલ મિડિયામાં અપલોડ કરી શહેરી/ગ્રામ્ય સુજ્ઞ જનતામાં જનજાગૃત્તિનું સુંદર ઉદાહરણ પુરુ પાડશે. હવે ચકલા ઓછા દેખાય છે. ત્યારે ચકલા, કાબર, કબૂતર, કાગડા, ખિસકોલી વગેરે પક્ષીઓને નાના નાના કુંડા મુકી ગરમીમાં રાહત માટે પાણીની સગવડ સર્વથા સરાહનીય છે. લગભગ 77 થી વધુ કોલેજો આ કાર્યમાં જોતરાઈ રહી છે. આવો, માનવંતા સુરતી-સૌરાષ્ટ્રવાસી ભાઈ-બહેનો આપણે પણ આપણા ઘર પાસે નાના નાના કુંડા મુકી ઉનાળામાં સેવાનું પુણ્ય મેળવીએ. હજુ પણ માનવતા મરી પરવાડી નથી. સેવા-માનવતાની સરવાણી સતત વહેડાવતા જ રહ્યા છે. કાળઝાળ મોંઘવારી ગૃહિણીઓને એની ઉંચી કિંમતથી દઝાડી રહી છે ત્યારે આપણે સહુ ભેગા મળી આકરા તાપમાં પાણીના કુંડા મુકી બાજરી, જુવાર, મગનું ચણ નાંખી વિદ્યાર્થી મિત્રોને વધુ પ્રોત્સાહન પુરુ પાડીએ.
જહાંગીરપુરા – ભગુભાઈ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગરમીમાં પાણીના કુંડા મુકી મુક પક્ષીઓની સેવા કરતા વિદ્યાર્થીઓ
By
Posted on