SURAT

સુરતની કોલેજમાં ધૂળેટીની ઉજવણી કરતા અટકાવાતા સ્ટુડન્ટ્સનું વિરોધ પ્રદર્શન

ધૂળેટીના તહેવારની ઉજવણી શાળા કોલેજમાં થતી હોય છે. પરંતુ સુરતની સિધ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોળી ધૂળેટીની ઉજવણી કરતાં વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલ આંખ કરીને ધમકી આપી હતી. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે. વિદ્યાર્થીઓએ આજે શનિવારે પોતાનો અવાજ બુલંદ કરતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરતા કહ્યું કે, 13મીએ કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી. વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપી હતી. સાથે જ એન્ટી રેગીંગના કેસની ધમકી આપી હતી. બે વર્ષમાં પહેલીવાર લાંછન લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યાં છે. હિંદુ તહેવારો ઉજવવા માટેના પોતાના હક્કની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ છે. જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે.

દર્શિત કોરાટે કહ્યું કે, સિદ્ધાર્ધ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિંદુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. કોલેજમાં હિંદુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top