SURAT

સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓએ વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડમાં પ્રતિભા દર્શાવી

સુરત મહાનગર પાલિકાની સુમન હાઈસ્કૂલોના 106 વિદ્યાર્થીઓએ , વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ (WSRO) અમદાવાદ 2025 માં તેમની અદ્વિતીય પ્રતિભા, ટીમવર્ક અને નવીનતા દર્શાવીને એક ઐતિહાસિક ક્ષણ સર્જી છે. આ ઘટના 10મી જુલાઈ 2025ના રોજ અમદાવાદમાં યોજાઈ હતી.

આ પ્રતિયોગિતામાં સુરતની સુમન હાઈસ્કૂલોની 51 ટીમો ના 132 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા, જેમાંથી 12 ટીમો ના 34 વિદ્યાર્થીઓ એ પુરસ્કારો જીતીને રાષ્ટ્રીય સ્પર્ધા માટે પ્રવેશ મેળવ્યો છે , જે સપ્ટેમ્બર 2025માં યોજાશે. આ રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં સફળતા મેળવનારી ટીમોને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા દર્શાવવાની તક પણ મળી શકે છે.

સપનાં હવે સાકાર થઈ રહ્યાં છે!
સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડવો એ માત્ર સપનું જ નહોતું પણ એક અસંભવ લાગતી વાત પણ હતી. પણ આજે એ સપનું સાકાર થઈ ગયું છે. આ સફળતાનુ કારણ સુરત મહાનગર પાલિકા (એસ.એમ.સી.) જે સ્ટેમ શિક્ષણ અને રોબોટિક્સને સુમન શાળાઓમાં લાવી ભણવી રહી છે અને બાળકોને નવી તકો પૂરી પાડી રહી છે.

પ્રતિયોગિતાનું સામાન્ય વર્ણન

● તારીખ: 10મી જુલાઈ 2025 સ્થળ: અમદાવાદ (પ્રાદેશિક સ્પર્ધા)
● ભાગ લેનારા વિદ્યાર્થીઓ: સુરતની 18 સુમન હાઈસ્કૂલોના 132 વિદ્યાર્થીઓ
● સ્પર્ધાની શ્રેણીઓ:
● જુનિયર રોબો રેસ
● લાઇન ફોલોઇંગ
● એસ.ટી.ઇ.એમ. બલૂન કાર
● યંગ સાયન્ટિસ્ટ – એસ.ટી.ઇ.એમ. ઓપન
● ઈન્ડસ્ટ્રી 4.0 ચેલેન્જ

નવી શીખ, નવી શક્તિ, નવી સંભાવનાઓ
આ પ્રતિયોગિતા માત્ર એક સ્પર્ધા નહોતી પણ એક અનુભવ હતો કે જેમાં બાળકોએ સહયોગ, સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને તકનીકી કૌશલ્યોને સાકાર કર્યાં. આ અનુભવ તેમને નવી વિચારસરણી, નવી તકનીકી સમજ અને નવી આત્મવિશ્વાસની લાગણી આપી રહ્યો છે.

Most Popular

To Top