National

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો, ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું

ઢાકા: બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ શનિવારે સવારે સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. પ્રદર્શનકારીઓ ત્યાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ભારે વિરોધને પગલે મુખ્ય ન્યાયાધીશે રાજીનામું આપી દીધું હતું.

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. વચગાળાની સરકારની રચના બાદ પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. હવે વિરોધીઓ ચીફ જસ્ટિસ સહિત બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોના રાજીનામાની માંગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. ઢાકા ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે કે દેખાવકારો, મોટાભાગે વિદ્યાર્થીઓ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટને ઘેરી વળ્યા હતા અને મુખ્ય ન્યાયાધીશના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા હતા.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે જો ન્યાયાધીશો રાજીનામું નહીં આપે તો તેમને હસીનાની જેમ તેમની ખુરશીઓ પરથી ખેંચી નાંખવામાં આવશે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે સુપ્રીમ કોર્ટના જજોની શેખ હસીના સાથે મિલીભગત છે. આ ન્યાયાધીશોએ વચગાળાની સરકારને પૂછ્યા વિના શનિવારે સમગ્ર કોર્ટની બેઠક બોલાવી હતી. આ બેઠકના કારણે વિરોધકર્તાઓએ એક કલાકમાં જ જજોના રાજીનામાની માંગ કરી હતી.

Most Popular

To Top