Vadodara

દિવાળી વેકેશન બાદ વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ પુનઃ ગુંજી ઉઠી

વડોદરા : દિવાળીની રજાઓ માન્યા બાદ બાળકો આજથી પુનઃ એક વખત વર્ગખંડોમાં ગોઠવાઈ ગયા હતા દિવાળી વેકેશનનો પૂર્ણ થઈ જતા આજથી પુનઃ એક વખત શાળાઓ ધમધમતી થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ માટે ફરી એક વખત એ જ વર્ગખંડ એ જ પાટલી અને એ જ મેદાન શરૂ થયું હતું.૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ આજે શાળાઓ પુનઃ ધમધમતી થઈ ગઈ છે. આ સાથે જ બાળકોના કલરવથી શાળાઓમાં તેઓની હાજરી જોવા મળી રહી છે. ચાલુ મહિનામાં દિવાળી વેકેશનના કારણે રાજ્યભરની સાથે શહેરની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ હતું.

દિવાળીના તહેવારના કારણે વેકેશન અપાયા બાદ એ પૂર્ણ થતા આજે સવારથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. ત્યારે આજે મહિનાનો અંતિમ દિવસ હોઈ આખર તારીખના કારણે મોટાભાગની શાળાઓમાં અડધા દિવસનું શૈક્ષણિક કાર્ય ચાલ્યું હતું અને શાળાઓ વહેલી છૂટી ગઈ હતી. તો બીજી તરફ કેટલીક સ્કૂલોએ શાળા શરૂ થતાની સાથે જ પરીક્ષા અંગેની તૈયારીઓ શરુ કરતા ઝડપથી શૈક્ષણિક કાર્ય શરૂ કરી દીધું છે. તો કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ પાઠવી દીધું હોવાનું જાણવા મળ્યું છે. બાળકોને સ્કૂલે લેવા મુકવા માટે સવારથી વાલીઓની તથા વાન-રિક્ષા ચાલકોની ભાગદોડ જોવા મળી હતી. આ સાથે વિવિધ શાળાઓની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

Most Popular

To Top