Dakshin Gujarat

વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળતાં એબીવીપીનો આક્રોશ: ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપીના ડોલવણ અને વાલોડમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો જેવા કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વીએનએસજીયુ દ્વારા યુજી તથા પીજીની ઓનલાઈન લેવાઈ રહેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓના પ્રશ્નોની સમસ્યાને લઈ ત્વરિત નિર્ણય લેવા, ટેબલેટ અને સ્કોલરશિપ વિદ્યાર્થીઓને વહેલી તકે આપવા સહિતની સમસ્યાઓના નિરાકરણ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વહેલી તકે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે, વિદ્યાર્થીના હિતમાં જો નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાવાયરસની મહામારીને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી તમામ કોલેજની પરીક્ષાઓ ઓનલાઈન માધ્યમથી લેવામાં આવી રહી છે. પરંતુ તાપી જિલ્લામાં હજુ પણ ઘણાં ગામોમાં મોબાઈલ નેટવર્ક નથી તેમજ અમુક જગ્યાએ ટાવર હોય તો ત્યાં સરખું નેટ ચાલતું નથી જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી શકતા નથી.

જે પરીક્ષા આપે છે તેમને નેટવર્ક છૂટી જતું હોય તેમજ હાલનાં વરસાદી મોસમને કારણે ઘણીબધી સમસ્યાઓ ઊભી થાય છે. યુનિ. ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓને એક ચોઇસ નક્કી કરવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે. જેઓ નેટવર્ક કે અન્ય કારણથી ઓનલાઈન પરીક્ષા આપી શકયા નથી. તેમનાં માટે યુનિ. દ્વારા જલદીથી નિર્ણય લેવાય. નેટવર્કની સમસ્યા હોય યુનિ. તમામ તાલુકાની કોલેજોમાં ઓનલાઈન પરીક્ષા લેવા માટે બેઠક અને વાઈફાઈની વ્યવસ્થા કરી આપે. યુનિ. દ્વારા માસ પ્રમોશન આપ્યું તેમને યુનિ. પરીક્ષા ફી પરત આપે. તાપી જિલ્લામાં આવેલ સરકારી હોસ્ટેલો કોવિડ-૧૯ના નિયમોનું પાલન સાથે ખોલવા અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે સહિતની માંગ કરી હતી.

Most Popular

To Top