SURAT

અનુસ્નાતકની પરીક્ષામાં OMR શીટ ફાટી જાય તો વિદ્યાર્થી નાપાસ

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) બીકોમ, બીએ અને બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સિસની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા (Exam) એમસીક્યૂ (MCQ) સિસ્ટમથી લેશે. પરંતુ આ વખતે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને (Student) ઓએમઆર (OMR) શીટ આપશે. યુનિવર્સિટીએ ઓએમઆર શીટને લગતી સૂચના જાહેર કરી છે. જે મુજબ ઓએમઆર શીટ ફાટી જશે તો પછી યુનિવર્સિટી ચેક કરશે નહીં.

  • UGની થર્ડ સેમની પરીક્ષા MCQ સિસ્ટમથી લેવાશે
  • એક જ જવાબ ઉપર એક જ વર્તુળ કરવાનું રહેશે

યુનિવર્સિ ટીએ ઓએમઆર શીટનું નોટિફિકેશન જાહેર કરતા જણાવ્યું હતું કે ઓએમઆરમાં વર્તુળને ઘાટુ કરવા માટે ભૂરી કે કાળી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રશ્નોમાં એ, બી, સી અને ડી એમ ચાર વિકલ્પ આપ્યા હોય તો પછી કોઇ એક વિકલ્પને જ ઘેરું કરવાનું રહેશે. એક વર્તુળને અડધું ઘેરુ કરીને બીજા વર્તુળને આખુ ઘેરુ કરશો તો પણ તે ખોટું ગણાશે, ચોકડીની નિશાની મારી હશે તો પણ ખોટું ગણાશે અને બે વર્તુળ ઘેરા કર્યા હશે તો પણ ખોટુ ગણાશે.

વિદ્યાર્થીઓએ ફરજિયાત પણે ઓએમઆર શીટ સુપરવાઇઝરને પરત કરવાની રહેશે. ઓએમઆરી શીટ વળી ન જાય કે પછી ફાટી ન જાય એની પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. જે મામલે બ્લોક સુપરવાઇઝર કે સુપરિન્ટેડન્ટ કે પછી સ્ટેશનરી સુપરવાઇઝરે ખાસ કાળજી રાખવાની રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને જણાવવાનું કે ફાટેલી ઓએમઆર શીટનું મૂલ્યાંકન થશે નહીં. વિદ્યાર્થીઓએ વિચારીને જ વર્તુળ ઘાટુ કરવાનું રહેશે. કારણ કે, જવાબમાં ફેરફાર કરવાની કોઇ મંજૂરી નથી અને એક કરતા વધારે વર્તુળ ઘાટા કરવાની પરવાનગી પણ નથી. વિદ્યાર્થીઓને બીજી ઓએમઆર શીટ મળશે નહીં. વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરની સુચનાનું પાલન કરવાનું રહેશે.

Most Popular

To Top