SURAT

સુરત: વિદ્યાર્થિનીને અજાણ્યાએ ઇન્સ્ટા આઈડી પર તેણીનો જ બિભત્સ વિડીયો મોકલી આપ્યો

સુરત : શાહપોર ખાતે રહેતી અને એલએલબીનો (LLB) અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ (Student) તેના મિત્રને મોકલેલો તેનો બિભત્સ વિડીયો (Video) અજાણ્યાએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેને મોકલી બીજા બીભત્સ વિડીયો અને ફોટોની માંગણી કરી હતી. જો તે નહી મોકલે તો વાયરલ કરવાની ધમકી આપતા સાયબર ક્રાઈમ પોલીસે (Police) ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

શાહપોર સર જેજે સ્કુલની પાસે રહેતી 21 વર્ષીય પરબીન (નામ બદલ્યું છે) વીટી ચોકસી કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરે છે. પરબીન છેલ્લા બે વર્ષથી ઇન્સ્ટાગ્રામ આઈડીનો ઉપયોગ કરે છે. ગત એપ્રિલ 2022 માં પરબીનના ઇન્સ્ટાગ્રામ પર આસ્થા અગ્રવાલ નામની આઈડી પરથી હેલો મેસેજ આવ્યો હતો. મે ભી લડકી બોલ રહી હુ ઓર મુજે તુમસે એક બાત કરની હે તેમ મેસેજ કર્યો હતો. પરબીને હા પાડતા તુ સબ પે ઇતના ભરોસા ક્યુ કરતી હૈ તેવો મેસેજ કર્યો હતો. પરબીને રિપ્લાય નહી આપતા તેનો બિભત્સ વિડીયો મોકલ્યો હતો. આ વિડીયો પરબીને અગાઉ તેના મિત્રના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મોકલ્યો હતો. બાદમાં પરબીનને વારંવાર મેસેજ કરી બિભત્સ ફોટોની માંગણી કરી હતી. અને જો બિભત્સ વિડીયો કે ફોટો નહીં મોકલે તો તારો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં વિડીયોમાંથી ફોટો બનાવીને પણ મોકલી આપ્યા હતા. જેથી પરબીને સાયબર ક્રાઈમ પોલીસને અરજી કરતા આજરોજ ફરિયાદ નોંધવામાં આવી હતી.

વિદ્યાર્થિનીના બોયફ્રેન્ડના મિત્રો જ આરોપી નીકળ્યા
સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા વિદ્યાર્થિનીના બોયફ્રેન્ડના મિત્રો જ આરોપી નીકળ્યા હતા. વિદ્યાર્થિનીએ તેના બોયફ્રેન્ડને વિડીયો મોકલ્યો ત્યારે તેના મિત્રએ આ વિડિયો જોઈ લઈ રેકોર્ડિંગ કરી લીધો હતો. અને બાદમાં ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેના પરથી આ મેસેજ કર્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનો આચરનાર આરોપી રવિરાજ ઓમપ્રકાશ સરગ્રા, (ઉ.વ.૨૩, રહે. ફલેટ નં-૪૦૨, પંચરત્ન એપાર્ટમેન્ટ, અક્ષરજ્યોત સોસાયટી, ભુલકાભવન સ્કુલની બાજુમાં, અડાજણ), તુષાર મનીષભાઇ બારડોલીયા (ઉ.વ.૨૧ ધંધો અભ્યાસ રહે. ફ્લેટ નં.૨૬/૨૩૮, સત્યનગર સોસાયટી, સીલીકોન શોપર્સની સામે, ઉધના) તથા નિર્મલ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉ.વ.૨૧, રહે.૫/૬૫૪, હરીપુરા ભવાની વડ, ભવાની માતનું મંદિર પાસે, ધોબી શેરી) ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top