SURAT

ધો.9ના વિદ્યાર્થીઓ માટેની પ્રખરતા શોધ કસોટી 7મી ફેબ્રુઆરીથી શરૂ થશે

સુરત : ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની (Student) શૈક્ષણિક પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી યોજતી હોય છે. દરમિયાન આ વખતે પ્રખરતા શોધ કસોટી આગામી સાતમી ફેબ્રુઆરીએ યોજાશે. જેના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી 15મીથી શરૂ થશે. એ સીધી જ 15 દિવસ સુધી એટલે કે 30મી ડિસેમ્બર સુધી ચાલશે.

  • ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી 15મી ડિસેમ્બરથી 15 દિવસ સુધી ચાલશે
  • મેરીટમાં પ્રથમ એક હજાર વિદ્યાર્થીઓને એક હજાર અપાશે
  • દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી યોજાતી હોય છે

દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી યોજાતી હોય છે. દરમિયાન આ વર્ષે પણ પ્રખરતા શોધ કસોટી યોજાશે. જેનો આખો કાર્યક્રમ ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરયો છે. અગામી સાતમી ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ કસોટી યોજાશે. આ કસોટીના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી 15થી 30 ડિસેમ્બર સુધી ચાલશે. કસોટીમાં ઓએમઆરશીટમાં બારકોડ સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની હાજરી માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વાપરવામાં આવતા પત્રકનો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષામાં 2 પ્રશ્નપત્ર લેવાશે. જેમાં પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન વિષયના ત્રીસ-ત્રીસ પ્રશ્નો પુછાશે, જ્યારે પ્રશ્નપત્ર બેમાં ગણિત, વિજ્ઞાન અને માનસિક ક્ષમતા વિષયના ત્રીસ-ત્રીસ પ્રશ્નો પુછાશે. આમ બન્ને પ્રશ્નપત્ર મળી 100 પ્રશ્નના 100 ગુણ હશે. જે માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. પ્રશ્નપત્ર એક 11:00થી 13:00 કલાક સુધી અને પ્રશ્નપત્ર બે 14:00થી 16:00 કલાક સુધી ચાલશે. પ્રશ્નપત્ર એક અને બેમાં કુલ 200 ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે એક હજાર વિદ્યાર્થીઓને બોર્ડ પ્રત્યેક વિદ્યાર્થીને એક હજાર પ્રોત્સાહક ઇનામ આપશે.

Most Popular

To Top