Gujarat

ગુજ. યુનિ.એ જુદી જુદી માર્કશીટ ફીમાં રૂ. 3000 જેટલો ધરખમ વધારો કર્યો

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) સત્તાધીશોએ ડિગ્રી, સર્ટિફિકેટ, માઈગ્રેશન, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન ફીમાં (Fees) ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. સરકાર, શિક્ષણ વિભાગ અને ભાજપના પદાધિકારીઓ આ બાબતે સદંતર મૌન છે અને વિરોધ નથી કરી રહ્યાં તેનો મતલબ એમ થયો કે તેઓ આ ભાવ વધારા સામે મુક સંમતિ આપી રહ્યાં છે. જો આ ફી વધારો પાછો નહીં ખેંચાય તો કોંગ્રેસની (Congress) વિદ્યાર્થી (Student) પાંખ NSUI અને યુથ કોંગ્રેસ વાલી અને વિદ્યાર્થીઓ સાથે મળી ઉગ્ર આંદોલન કરશે, તેવી ચિમકી કોગ્રેસે આપી હતી.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સીટીએ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન સહિત વિવિધ માર્કસીટ-સર્ટિફેકેટ ફીમાં ધરખમ વધારો કર્યો છે. માર્કશીટ વેરિફિકેશનનાં રૂ.૫૦ થી વધારી રૂ.૪૦૪ કરવામાં આવ્યા છે, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલકવરનાં રૂ.૫૦૦થી વધારી ૭૩૬ કરાયા છે, ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.૨૦૦થી વધારી ૫૫૪ અને માઇગ્રેશન સર્ટિફિકેટનાં રૂ.૧૧૦ થી વધારી ૪૫૨ કરાયા છે, પ્રોવિઝનલ સર્ટિફિકેટની ફીમાં પણ ૨૩૬ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારા બાદ વિદ્યાર્થીને માર્કશીટ બાદ બીજા જરૂરી ડોક્યુમેન્ટ માટે ૩૦૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. બીજી તરફ હાલમાં શાળા સંચાલક મંડળે પોતાની કારોબારીની અંદર ૫૦૦૦ રૂપિયા જેટલો ફી વધારો માંગીને વાલીઓની કમર તોડવાની વાત કરેલી છે.

Most Popular

To Top