રાજકોટ : હાલમાં જ સરકારી ઈજનેરી કોલેજ વિદ્યાનગર, ભાવનગર (Bhavnagar) ખાતે અદાણી ગ્રૃપ દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યું યોજાયો હતો. તેમાં મિકેનિકલ એન્જિનિયરિંગના છ વિદ્યાર્થીને (Students) રૂ.6.50 લાખના પેકેજ સાથે પસંદ કરાયા હતા. આજથી થોડા વર્ષો પહેલા ભાવનગરની કોલેજોમાંથી ડિગ્રી (Degree) મેળવનારને કોઈ સારી કંપનીઓ નોકરી પર રાખતી ન હતી. તેવો ખ્યાલ પ્રવર્તતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે અને ભાવનગર શહેરની ત્રણેય ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં રિલાયન્સ, અદાણી, ટાટા જેવી અનેક ફેમસ કંપનીઓ આવીને કેમ્પસ પ્લેસમેન્ટ યોજે છે અને ડિગ્રી મેળવી ન હોય તે પહેલા જોબ મળી જાય છે.
અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા સિવિલ અને મિકેનિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે જીઇસીમાં કેમ્પસ પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યૂ યોજાયો હતો. મળતી માહિતી અનુસાર એપ્રિલ 2022થી અત્યાર સુધીમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાનગર, ભાવનગરમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગના 40, ઈસીના 10, આઈટીના 37, મિકેનિકલના 35, સિવિલના 15 અને પ્રોડક્શનના 6 મળીને કુલ 143 વિદ્યાર્થીઓને કેમ્પસ વિદ્યાર્થીઓને કેમ્પસ ઇન્ટરવ્યુ થકી જુદી-જુદી કંપનીઓ દ્વારા જોબ માટે પસંદ કરવામાં આવ્યા છે.