Madhya Gujarat

આણંદ મહાનગરપાલિકાની હદમાં કરમસદ ભેળવવાનો ઉગ્ર વિરોધ

આણંદ મહાનગરપાલિકા જાહેર થતાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. પરંતુ કરમસદના નાગરિકો આ નિર્ણયથી નારાજ થયાં હોવાનું એક આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે. જેમાં કરમસદ મહાપાલિકામાં ભળશે તો તેનું અસ્તિત્વ ખતમ થઇ જશે. તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.
આણંદ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર બદલાની ભાવનાથી (વેશ ભાવનાથી) કામ કરી રહી છે. આ વિચાર ધારાએ આપણા ભારત દેશ તથા દેશવાસીઓના લોક લાડીલા લોહ પુરૂષ અને અખંડ ભારતના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઈ પટેલનું માન-સન્માન તથા તેઓનું અસ્તિત્વ અને ઇતિહાસ મિટાવવના દિશામાં કામ કરી રહી છે, નિર્ણયો લઈ રહી છે. વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ ઉપરથી સરદાર પટેલનું નામ હટાવી નાખ્યું અને તેની જગ્યાએ નરેન્દ્ર મોદીએ પોતાની જાતે અને જાતે પોતાનું નામ લખાવ્યું, અને હવે સરદાર પટેલનો ઈતિહાસ મિટાવા માટે સરદાર પટેલનું મૂળ ગામ કરમસદનો આણંદ મહાનગર પાલિકામાં સમાવેશ કરી કરમસદનું અસ્તિત્વ મિટાવવા માટે જઈ રહી છે, જે અંગેના પ્રસ્તાવો પર મ્હોર મારી દીધી છે. આથી, સરદાર પટેલના વતન ગામ કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઈતિહાસ સચવાય તેવી માગણી કરી હતી.

Most Popular

To Top