National

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર અને સોમવારે મધ્યરાત્રિએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અડધી રાત્રે આવેલા ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા
મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 1.50 વાગે ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. હાલમાં કોઈ જાનહાનીનુ નુકસાનની માહિતી નથી. ત્યારે આ અગાઉ પણ શનિવારે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
શનિવારે સાંજે ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 4.25 કલાકે અહીં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 હતી. ભૂકંપના આંચકા અનુભવાતા જ અહીંના લોકો પણ પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા.

જણાવી દઈએ કે આ પહેલા 16 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રાત્રે 10.02 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આ પહેલા મહારાષ્ટ્રના સાંગલીમાં ગુરુવારે સાંજે લગભગ 5.18 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિમી અંદર જોવા મળ્યું છે.

મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા
આ પહેલા 15 ડિસેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીમાં સાંજે 5.18 કલાકે ભૂકંપ આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા 2.7 માપવામાં આવી હતી. તેમજ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિમી અંદર જોવા મળ્યું છે.

આ પહેલા દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં (Delhi NCR) ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની (EarthQuake) તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી અને તેનું કેન્દ્ર નેપાળ હતું. દેશની રાજધાની અને એનસીઆરમાં એક સપ્તાહમાં બીજી વખત ભૂકંપ આવ્યો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં લોકોએ આ આંચકા અનુભવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આંચકા 54 સેકન્ડ સુધી અનુભવાયા હતા.

દિલ્હી-NCRમાં સાંજે લગભગ 7.57 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઓફિસ અને ઘરની બહાર દોડવા લાગ્યા હતા. આ પહેલા મંગળવારે પણ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર પણ નેપાળમાં જ હતું.

મંગળવારે પણ ભૂકંપ આવ્યો હતો
મંગળવારે પણ દિલ્હી-NCR અને UP સહિત 5 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું એપી સેન્ટર નેપાળમાં પણ હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 હતી. આ ભૂકંપના કારણે 6 લોકોના મોત થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં આ ભૂકંપ 9 નવેમ્બરે બપોરે 1:57 કલાકે આવ્યો હતો. જેના કારણે ડોટી જિલ્લામાં મકાન ધરાશાયી થયું અને 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Most Popular

To Top