National

કુશ્તીબાજોના સમર્થનમાં ખેડૂતોની જંતર-મંતર તરફ કૂચ

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) જંતર-મંતર પર 23 એપ્રિલથી ધરણા (Strike) પર બેઠેલા કુશ્તીબાજોના (Wrestlers) સમર્થનમાં ખાપ પંચાયતોએ આજે ​​દિલ્હી તરફ કૂચ કરી છે. ખેડૂતોના સંગઠન BKUના સભ્યોએ જંતર-મંતર પર લંગર શરૂ કરી દીધું છે. આ વિરોધમાં મહિલાઓ પણ જોડાય છે. પંજાબના કાર્યકર્તાઓ સાથે પહોંચેલા સંગઠન BKUનાં જોગિંદરે ઘોષણા કરી છે કે તે 11 મેથી 18 મે સુધી દેશભરમાં મોદી સરકાર અને બ્રિજ ભૂષણના પૂતળાઓને સળગાવશે. અને પોતાનો વિરોધ વ્યકત કરશે.

ભારે ભીડ ભેગી થવાની સંભાવનાને જોતાં દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સોનેપત-દિલ્હી-હરિયાણા બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિંઘુ બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. SSB બટાલિયન પણ અહીં તૈનાત છે

રાકેશ ટિકૈત તેમના સમર્થકો સાથે કુશ્તીબાજોના વિરોધ સ્થળ પર પહોંચ્યા
રાકેશ ટિકૈત, નરેશ ટિકૈત સહિત સમર્થકો કુશ્તીબાજોને સમર્થન આપવા વિરોધ સ્થળ પર પહોંચ્યા છે. તેમની સાથે દર્શન પાલ, હનાન મોલ્લા જેવા નેતાઓ પણ પહોંચ્યા હતા. SKMએ કુશ્તીબાજોને સમર્થન આપવાની જાહેરાત કરી. SKM નેતાઓએ મોદી સરકાર અને બ્રિજ ભૂષણનું પૂતળું બાળવાની પણ જાહેરાત કરી હતી. તેઓની માગ છે કે બ્રિજ ભૂષણની ધરપકડ કરવામાં આવે.

કુશ્તીબાજોના સમર્થનમાં તેમજ આ મુદ્દે એકશન ન લેવાતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખાપ આ મુદ્દે તેઓની સાથે છે. આંદોલનના રોડમેપને લઈને બેઠક ચાલી રહી છે. આ મુદ્દે મોદી સરકારની ટીકા કેમ નથી થઈ રહી, શું આ મુદ્દે રાહુલ ગાંધીની ટીકા કરવી જોઈએ? તેમણે કહ્યું કે ભૂતને ઉતારવું ​​પડશે. ટિકૈતે પૂછ્યું કે શું દિલ્હી પોલીસે આ પહેલા આવી જ કલમો હેઠળ કોઈની ધરપકડ કરી નથી? જો ધરપકડ ન કરી હોય તો બ્રિજ ભૂષણની ધરપકડ નહીં કરશો અને જો કરી હોય તો આગળની કાર્યવાહી હાથ ધરશો.

ટિકૈતે કહ્યું કે ખેલાડીઓએ અમને શાંતિપૂર્ણ આંદોલન કરવા કહ્યું છે. જેણે દેશનું માન વધાવ્યું તેઓને જ આજે સાંભળવામાં નથી આવી રહ્યાં. દેશનું માન વધારનારાઓની સાથે બહારી વ્યકિત જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.

એક પણ ગુનો સાબિત થશે તો હું ફાંસી પર ચઢી જઈશ: બ્રિજભૂષણ શરણ સિંહ
ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે હરિયાણાની ખાપ પંચાયતો અને જાટોને અપીલ કરી હતી કે તેઓ દિલ્હી આવતા પહેલા તેમના ગામ અથવા નજીકના વિસ્તારોમાં કોઈપણ કુશ્તીબાજને તેઓ વિશે પૂછી લે. બ્રિજ ભૂષણે કહ્યું કે તે જે લડાઈ લડી રહ્યો છે તે જુનિયર બાળકો માટે છે. તેણે વધુમાં કહ્યું કે ગરીબ માતા-પિતા પણ તેમના બાળકોને કુશ્તીબાજ બનાવવા માંગે છે. તેણે કહ્યું હું તેમની લડાઈ લડી રહ્યો છું. જો એક પણ ગુનો સાબિત થશે તો હું ફાંસી પર ચઢી જઈશ.

પોલીસે સાવચેતી માટે માટીના મોટા ડમ્પરો ઉભા કર્યા
ખાપના કારણે સિંઘુ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે માટીના મોટા ડમ્પરો પણ ઉભા કરવામાં આવ્યા છે. જેથી બોર્ડર અચાનક બંધ કરવી પડે તો તે ડમ્પરો આગળ મૂકીને રસ્તો બંધ કરી શકાય. જો ટ્રેકટરો મોટી સંખ્યામાં આવે તો તેને રોકવા પોલીસ માટે પડકાર બની શકે છે. આ માટે જ ડમ્પરો ઉભા કરવામાં આવ્યા છે.

Most Popular

To Top