Charchapatra

કડક રીતે અટકાવો ભારતનો વસ્તીવધારો

ભારતની વસ્તી (પાક. બાંગ્લાદેશ સહિત) 1820 માં 20 કરોડ હતી. જે 1941 માં 39 કરોડ થઇ. અંગ્રેજોની ગુલામીમાંથી ભારત આઝાદ થયું ત્યારે 1947 માં ભારતની વસ્તી માત્ર 31 કરોડ હતી. આઝાદી બાદ 1951 માં તે 36 કરોડ થઈ, જે વધીને 2011 માં 102 કરોડ થઇ. આ વધારો વીસ ટકાના દરે છે. હાલમાં 135 કરોડે પહોંચેલ છે. વસ્તીવધારો દિવસે દિવસે સમસ્યાનું રૂપ ધારણ કરી રહ્યો છે. આમાં કાયદા દ્વારા કડકાઇથી અમલ કરવામાં આવે તો તેનું પરિણામ મળે. બે થી વધુ બાળકોવાળાને સરકારી લાભો, નોકરી, લોન, સબસીડી જેવા અન્ય લાભોથી વંચિત કરીને તેમને ફરજ પાડવી જોઇએ. હાલમાં આપણે ત્યાં પંચાયતની ચૂંટણીમાં બે થી વધુ બાળકો ધરાવનાર ચૂંટણી લડી શકતા નથી. એ જ રીતે દરેક રાજકીય ક્ષેત્રમાં વિધાનસભા, સંસદ કે રાજયસભા દરેકમાં આ કાયદો લાગુ કરવો જોઇએ. વસ્તીવધારાથી અનેક પ્રશ્નો ઊભા થાય છે.

ભૂખમરો એ પ્રથમ પ્રશ્ન છે. તેનાથી સંઘર્ષ, હિંસા જેવા પ્રશ્નો ઊભા થાય છે. સાથે સાથે જળસંકટ અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે. આ બધા કારણે અર્થતંત્ર છિન્નભિન્ન થઇ જાય છે. વસ્તીવધારો અંતે તો માણસને શાંતિથી જીવવા દેતો નથી. વિકાસમાં તે અવરોધક સાબિત થાય છે. દેશ માટે ધાર્મિક કે જાતિગત વસ્તી સંકલન જાળવવું પણ અનિવાર્ય છે. આમ ન થવાથી ભારતની પાયાની સાંસ્કૃતિક ઓળખ ગુમાવવાનો ભય છે. અમુક વર્ગ ભારતીય સંસ્કૃતિને સ્વીકારવા જ તૈયાર નથી. આજે પણ મુસ્લિમ ચાર પત્ની કરી શકે છે અને અન્ય ધાર્મિક લાભો મેળવે છે. હવે સમય પાકી ગયો છે કે દરેક માટે સમાન હક્ક અને સમાન ફરજ માટે સમાન નાગરિક ધારો લાવો.
ગાંધીનગર- ભગવાનભાઇ ગોહેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top