Charchapatra

અશાંતધારાનો કડક અમલ કરો

હાલમાં જ કોટ વિસ્તારમાં રહેતાં કેટલાક રહીશોએ અશાંતધારા ભંગ અને છૂટછાટ કરવાની અયોગ્ય અને બિનવ્યવહારુ રજૂઆત કલેક્ટરને કરી હતી જે જનહિતમાં બિલકુલ અયોગ્ય અને બિનવ્યવહારુ છે. આ અંગે આ રહીશોએ એવું જણાવ્યું હતું કે બીમારી અને નાણાંની જરૂરિયાત હોવાથી અશાંતધારામાં છૂટછાટ આપવા વિનંતી કરી હતી. માત્ર ને માત્ર એક કે બે રહીશો માટે અશાંતધારામાં સુધારો કરવો અશક્ય છે. આ ધારાના અમલનો મુખ્ય હેતુ જ શાંતિનો છે અને શાંતિનો કોઈ વિકલ્પ જ નથી તો આ ધારાનો કડક અમલ થાય તે માટે પ્રયત્ન થવો જોઈએ.
સુરત- રાજુ રાવલ, મોટા મંદિર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

તાપી પુરા અને તાપી ભવન
સુરત મહાનગરપાલિકાના વહીવટી ભવનનું નામ બદલવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં રજૂ થઇ અને સેન્ટ્રલ ઝોનમાં આવતાં મુગલીસરા વિસ્તારને તાપીપુરા નામ આપવામાં આવ્યું. સુરત શહેરનો આ વિસ્તાર હવેથી તાપીપુરા અને તાપીભવનના નામે ઓળખાશે. સુરતની જીવાદોરી સમાન તાપી નદી માત્ર જળસ્રોત નથી પણ આપણી સંસ્કૃતિ, ઉદ્યોગ અને ઇતિહાસનું અભિન્ન અંગ છે. આ નદીએ આપણી ચડતી-પડતી જોઇ છે અને એની એ સાક્ષી પણ છે. નવા નામકરણ તાપીપુરા અને તાપી ભવન થકી આ વિરાસત વધુ મજબૂત અને ગૌરવપૂર્ણ બનશે. ખરેખર, આ બે નામ બોલાતાં અંગત સ્વજનની અનુભૂતિ થયા વગર રહેતી નથી. આવા ગૌરવપૂર્ણ કાર્ય કરવા બદલ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન.
સુરત     – શીલા સુભાષા ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top