Vadodara

પાલિકાની કડક વેરા વસુલાત, સીલ કરવાની કાર્યવાહી વેગમાં

વડોદરા : મહાનગરપાલિકા દ્વારા હવે વેરા ની વસુલાત ની કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાએ 6 જાન્યુઆરી થી કડક વેરાની વસુલાત કરી છૅ. પાલિકા તંત્ર વહીવટી વોર્ડ દીઠ ટોપ 20 વેરા ધારકોનું લિસ્ટ બનાવી રહી છે. પાલિકાએ વિવિધ વોર્ડમાં સીલ ની કામગીરી કરવામાં આવી રહી છે વહીવટી વોર્ડ એક માં આજે 25 મિલકતો સિલ મારવામાં આવ્યા હતા અને ૧૦ લાખથી વધુ વેરા વસુલ કર્યા હતા. પાલિકા એપ્રિલ થી ફેબ્રુઆરી સુધીમાં બાકી વેરા વસુલાત શરૂ કરી.અત્યાર સુધી માં 7000 મિલકતોને સીલ કરી 467 કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં આવ્યા હતા. શહેરમાં રહેણાક અને કોમર્શિયલ છેલ્લા કેટલાક વર્ષોથી બાકી રહેલા વેરા ન ભરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જોકે છેલ્લા ત્રણ વર્ષથી પાલિકાએ કેટલી મિલકતો એવી છે જેને વેરો બાકી નીકળે છે. પાલિકા એ કોઈ નોટિસ કે સીલ મારી ને કબજો કર્યો છે કે નહીં. અને અત્યાર સુધી જો પાલિકાએ કોઇ કાર્યવાહી નહીં કરી તો ક્યાં નેતા-અધિકારી ના ઈશારે કામગીરી કરવામાં આવી નથી .અને હવે પાલિકા જાગી છૅ અને વેરા વસૂલાત માટે કડક કામગીરી શરૂ કરી છે. પાલિકાએ 6 જાન્યુઆરી થી કડક વેરાની ઉઘરાણી કરી છે. જેમાં વહીવટી વોર્ડ દીઠ ટોપ 20 ધારકો નું લિસ્ટ પણ બનાવવામાં આવી રહ્યું છે. પાલિકાએ વોર્ડ નંબર 1 ના વહીવટી વોર્ડ માં સમાવિષ્ટ વિસ્તારમાં ૨૫ જેટલી પ્રોપર્ટીને સિલ મારવામાં આવી હતી જેમાં ૧૦ લાખથી વધુ રિકવરી કરવામાં આવ્યા હતા. વેરો બાકી હતો જેની વસૂલાત માટે કોર્પોરેશન દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવી હતી તેમ છતાં  મિલકત વેરો ભરપાઇ નહીં કરતા  કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી હતી.પાલિકાએ અત્યાર સુધી માં 7000 થી વધુ મિલકતોને સીલ કરી હતી.પાલિકા એ કુલ 467 કરોડ થી વધુ પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યા હતા.

Most Popular

To Top