Editorial

ગુજરાતની પરીક્ષાઓમાં ગેરરિતી રોકવા હજુ કડક પગલાં આવશ્યક

ભાવનગરના ડમીકાંડમાં ઝડપાયેલા ચાર શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં જેમાં કોર્ટે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડમીકાંડમાં LCBના ઇન્ચાર્જ PI દ્વારા 36 શખ્સો સામે ગુનો નોંધાયો છે. રાજ્યમાં વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા એવા યુવરાજસિંહ પર ડમીકાંડ મામલે ખુબ જ ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે. યુવારજસિંહ સામે ગેરરીતિ કરનારને છાવરવામાં પ્રયાસ કારાત હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. યુવરાજસિંહના જૂના સાથી બિપીન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર ડમીકાંડમાં નામ ન લેવા માટે રુપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે.

ડમી કાંડમાં આમ આદમી પાર્ટીના આગેવાનની સંડોવણીના પણ સમાચાર સામે આવી છે. આમ આદમી પાર્ટીના આગેવાન સામે પોલીસ ફરિયાદ થઈ છે. સિહોરના સંગઠન મંત્રીની પણ સંડોવણી ખૂલી હોવાનુ જાણવા મળ્યુ છે. ભાવનગર LCBએ ડમી કાંડમાં આજે 4 આરોપીની ધરપકડ કરી છે. તળાજાના 4 ઈસમોની LCB દ્વારા ધરપકડ કરાઈ છે. ભાવનગર LCB દ્વારા 36 લોકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કુલ 36 આરોપીઓ પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના છે.
આવા તત્વોને કાબૂમાં લેવા માટે ગુજરાતમાં પરીક્ષામા ચોરી કરનારને ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ તથા પેપર ફોડનારને ઓછામાં ઓછો એક કરોડ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવી છે.
સરકાર પેપરલીક મામલે કડક કાર્યવાહી કરવા માંગે છે. પેપર લીક જેવા કૌભાંડને લઈને સરકાર સામે સવાલો થઈ રહ્યાં છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં આરોપીઓ સામે 10 વર્ષની કેદની જોગવાઈઓ સાથે 1 કરોડ રૂપિયા સુધીના દંડની કડક જોગવાઈઓ સાથે નવો કાયદો વિધાનસભામાં પસાર થઈ શકે છે. સરકારે પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે, સામાન્ય લોકોનો વિશ્વાસ કેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો અમલમાં લાવવાની તૈયારીઓ કરી છે.
વિધાનસભા ગૃહમાં વિધેયક લાવવામાં આવશે. આ વિધેયકમાં એવી જોગવાઈ હશે જેમાં પેપર ફોડનારા આરોપીની મિલકત જપ્ત કરી નુકસાનની ભરપાઈ કરાશે. દોષિત પરીક્ષાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. તે ઉપરાંત પેપર લીક કરનાર સામે બિન જામીનપાત્ર ગુનો દાખલ થશે. આવી તમામ જોગવાઇઓ હોવા છતાં ગુજરાતમાં હજી પરીક્ષાઓમાં ગેરરિતી ચાલી રહી છે અને તેના કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે એટલે ગુજરાતની પરીક્ષા પારદર્શી બને તે આવશ્યક છે.
ભાવનગર પોલીસ દ્વારા આ કૌભાંડમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપીએ બોર્ડની, તથા જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષામાં 2022માં લેબ ટેક્નિશિયલની ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી, તેવી જ રીતે પશુધન નિરીક્ષક, વનરક્ષકની પરીક્ષા સહિત સાત વખત ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હોવાની ચોકાવનારી હકીકત જાણવા મળી છે. ડમીકાંડમાં પરીક્ષામાં બેસવાના એજન્ટો દસ લાખ જેટલી રકમ પડાવતા હતા. જેમાં એડવાન્સ પેટે 50,000 લઈ લેતા હતા. એજન્ટો પોતાનો મોટો હિસ્સો પોતાની પાસે રાખીને ડમી ઉમેદવારોને 25,000 પકડાવી દેતા હતા.

Most Popular

To Top