Charchapatra

બળજબરીથી થતાં ધર્માંતરને રોકવા કડક કાયદાની જરૂર

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે લાલચ અને બળજબરીથી થતાં ધર્માંતરણ અંગે ચિંતા વ્યકત કરી જણાવ્યું હતું કે આ પ્રકારનું ધર્માંતરણ ન માત્ર ધર્મની સ્વતંત્રતા પર અસર કરે છે સાથે સાથે રાષ્ટ્રની સુરક્ષા ઉપર પણ તેની અસર થાય છે. એ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે કે તે આ બાબતમાં હસ્તક્ષેપ કરીને જરૂરી પગલાં ભરે. સુપ્રીમકોર્ટમાં થયેલી આ અંગેની જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનેક રાજયોમાં ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે. જેમાં લાલચ કે બળજબરી દ્વારા ધર્માંતરણ થાય છે.

આ પ્રકારના ધર્માંતરણને અટકાવવા માટે કડક કાયદો અને નિયમો હોવા જરૂરી છે. આ માટે રાજય સરકારો અને કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી હતી. ધર્માંતર એક રીતે રાષ્ટ્રાતરણની ભયજનક પ્રક્રિયા છે. ધર્માંતરના માધ્યમથી સમાજનું સાંસ્કૃતિક ચરિત્ર બદલવાનો જે પ્રયાસ થઇ રહ્યો છે તે રાષ્ટ્રઘાતી છે. છેતરપીંડી, ધમકી કે ડરાવીને ધર્મપરિવર્તન કરાવવું બંધારણની વિરુધ્ધ છે. માટે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માન આપી બળજબરીથી થતાં ધર્મ પરિવર્તનને રોકવા કડક, નકકર અને અસરકારક પગલાં લઇ આ અંગે કડક કાયદો બનાવવો જોઇએ.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સિનીયર સીટીઝનોને જીવતા આવડી ગયું છે
કોરોના કાળમાં લગભગ બધા જ એ પોતાના મિત્ર, સ્નેહી સંબંધી કોઇને કોઇને ગુમાવ્યા જ છે. આવા કપરા કાળમાં બધાએ કઇને કઇ ગુમાવ્યું છે. અને આ ગુમાવ્યાની વચ્ચે સિનીયર સીટીઝનો ૬૦+ છે તેવો એે જીંદગીના ઉતાર- ચઢાવ વચ્ચેના સારા-માઠા અનુભવ પછી જીવતા શીખી લીધું છે. હવે, તો સી.સી. બાયડો બનીને રહેવા માંગતો નથી, તેથી ઘણા બધા સી.સી. ગૃપો બન્યા છે જેમાં ૩૦૦ થી માંડીને ૧૦૦૦ સભ્યો હોય છે. જેઓ દર મહિને ફરવા જાય છે, આનંદ અને ઉમંગ થાય તેવા ગીત-સંગીતના કાર્યક્રમો માણે છે, સારા જ્ઞાનવર્ધક પ્રવચનો સાંભળે છે, ફકત ધર્મ પ્રત્યે જ નહી બીજી બધી બાબતોએ પણ હકારાત્મક વલણ અપનાવતો થયો છે.

તે તેની રીતે ઘર-પરિવારમાં રહીને પણ આનંદ અને મોજથી રહેતો થયો છે. સી.સી. ગૃપને કારણે મિત્ર મંડળનું ફલક પર વિસ્તર્યુ છે. જેઓ પણ પોતાના વિચારો સાથે મન-મળે તેવા ૪ થી ૧૦ મિત્રો અલગથી આનંદ કરતા થઇ ગયા છે. સી.સી.નું જીવવાનું ધોરણ જ બદલાઇ ગયું છે. તે પોતે ખૂબ સારા ગીતો (ફિલ્મી) ગાતાં થયાં છે, અરે….! સંગીતના વાંજિત્રો પર પણ તે તેનું કસબ અજમાવી લે છે. સી.સી. ગૃપની હકારાત્મક  વલણને કારણે વયસ્ક વ્યકિત તેના પરિવારજનોને પણ છોડીને મદદમાં હાજર રહે છે, અને પરિવારના તકલીફના  સમયમાં પણ ઘરના સભ્યોને હકારાત્મક અભિગમ કેળવવાની સલાહ સાથે તેનાથી થાય છે. જો તમે સી.સી.ની કક્ષામાં આવી ગયા હોવ તો ફરીયાદ ટીનએજમાં આવી જવા માટે તમારી નજીકનું અને તમારા મિત્રો જે સીસી. ગૃપમાં હોય તેમાં અચૂક જોડાવ અને મોજ માણતા શીખો.
સુરત     – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top