ભારતે પાકિસ્તાનમા ધમધમતા આંતકવાદી કેમ્પો પર એરસ્ટ્રાઈક કરીને જોરદાર તમાચો માર્યો છે. ભારતે આ પહેલા પણ પહેલ કરીને આતંકવાદી પ્રવૃતિ બંધ કરે તેવી વિનંતીઓ કરી હતી પણ પાકિસ્તાને આંતકવાદી પ્રવૃતિઓ બંધ કરી નહી તેમજ કોઈ કાર્યવાહી ન કરીને ભારત પર હુમલાઓ કરતું રહ્યું. કારગીલ હુમલા બાદ ભારતે આ વખતે પણ જડબાતોડ જવાબ આપ્યો. તે મામલે ભારત સરકાર અને ત્રણેય સેનાને અભિનંદન આપવા પડે. કાશ્મીરના સરહદી વિસ્તારોમાં નાપાક પાકિસ્તાન હુમલાઓ કરી રહ્યું છે.
સવાલ એ થાય છે કે આ રીતે આપણે ક્યાં સુધી તેમના હુમલાનો ભોગ બનતા રહીશું? પાકિસ્તાનના ગોળીબાર અને મોર્ટાર હુમલાને કારણે બજારો શાળાઓ બંધ રહેવાની નોબત આવે છે. તેમજ આ હુમલાને કારણે કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. આ બધી પરિસ્થીતી વચ્ચે હવે વધુ એક વખત પાકિસ્તાનની સાથે ઈઝરાયેલ વાળી કરવાની જરૂર છે. ભારત પાકિસ્તાનનો પોતાનો આ અંગત મામલો છે. ત્યારે કોઈ દેશની મધ્યસ્થી ભારતે ચલાવી લેવાની કોઈ જરૂર લાગતી નથી. અમેરિકા રશિયા કે પછી ઈઝરાયેલ તે કોઈ બીજા દેશ પર કાર્યવાહી કરે છે ત્યારે આપણને પુછવા આવે છે ખરા?
શહેરા – વિજયસિંહ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.